

ગીર સોમનાથ, 27 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ કનુભાઈ દોમડિયાએ ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ દિવસે શિક્ષણ વિભાગની મુલાકાત લીધી હતી.
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ડી. કે. દોમડીયા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રમુખએ જિલ્લામાં ચાલતી શિક્ષણ પ્રવૃત્તિઓ અને આ પ્રવૃત્તિઓ અંતર્ગત ચાલતી વિભિન્ન કામગીરી તેમજ સરકારની શિક્ષણ અને વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી સમીક્ષા કરી હતી.
પ્રમુખ દ્વારા ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેમજ નવા શૈક્ષણિક વર્ષમાં બાળકોનું 100% નામાંકન થાય તે માટે ઉપયોગી સૂચનો આપી વિભાગલક્ષી સૂચનો પણ કરવામાં આવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ