કારકિર્દીના પંથે' કાર્યક્રમ અંતર્ગત 'ડિજિટલ કારકિર્દી વિશેષાંક – 2026'નું લોન્ચિંગ
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અંગેની મહત્વની માહિતીથી સંપન્ન ડિજિટલ વિશેષાંક અમદાવાદ,26 મે (હિ.સ.) જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેરની કચેરી ખાતે ''કારકિર્દીના પંથે'' કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ
Launch of 'Digital Career Special Issue – 2026' under the 'Career Path' program


- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અંગેની મહત્વની માહિતીથી સંપન્ન ડિજિટલ વિશેષાંક

અમદાવાદ,26 મે (હિ.સ.) જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેરની કચેરી ખાતે 'કારકિર્દીના પંથે' કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવેલ 'ડિજિટલ કારકિર્દી વિશેષાંક – 2026'નું વિમોચન કરવામાં આવ્યું.

આ ડિજિટલ વિશેષાંકમાં ITI, Diploma, Degree, Medical, Paramedical સહિત વિવિધ કોર્ષમાં પ્રવેશ સંબંધિત માહિતી, ગત વર્ષનું મેરિટ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ ડિજિટલ વિશેષાંક સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી ડિજિટલ માધ્યમ દ્વારા પહોંચાડવામાં આવશે. સતત ચોથા વર્ષે આ વિશેષાંકનું પ્રકાશન કરવામાં આવ્યું હોવાનું કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું.

કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંકલન સમિતિના સભ્યો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande