ખીજદળ ગામે ટ્રકચાલકે ઠોકર મારતા વૃધ્ધનું મોત.
પોરબંદર, 26 મે (હિ.સ.) ખીજદડના પાટીયા પાસે ટ્રકચાલકે ઠોકર મારતા વૃધ્ધનું મોત થયુ છે.હાલ જૂનાગઢ રહેતા ખેડૂત પગપાળા ખેતરે જતા હતા ત્યારે હાઇવે પર બનાવ બન્યો હતો. મૂળ ખીજદડ તથા હાલ જુનાગઢના ટીંબાવાડીમાં આસોપાલવ સોસાયટી ખાતે અમૃતપેલેસ એપાર્ટમેન્ટમાં
ખીજદળ ગામે ટ્રકચાલકે ઠોકર મારતા વૃધ્ધનું મોત.


પોરબંદર, 26 મે (હિ.સ.) ખીજદડના પાટીયા પાસે ટ્રકચાલકે ઠોકર મારતા વૃધ્ધનું મોત થયુ છે.હાલ જૂનાગઢ રહેતા ખેડૂત પગપાળા ખેતરે જતા હતા ત્યારે હાઇવે પર બનાવ બન્યો હતો.

મૂળ ખીજદડ તથા હાલ જુનાગઢના ટીંબાવાડીમાં આસોપાલવ સોસાયટી ખાતે અમૃતપેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા રામ અરજન વાઢીયા દ્વારા રાણાવાવ પોલીસમથકમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના પિતા અરજન હરદાસભાઈ વાઢીયા ખીજદડના પાટીયા પાસે હાઇવે પર આવેલ બળેજની બારકા હોટલેથી ચાલીને ખીજદડ બાજુ જતા હતા ત્યારે હાઇવે રોડના વચ્ચેના ડીવાઇડર પાસે પહોચ્યા ત્યારે પોરબંદર બાજુથી ફૂલસ્પીડે આઇસર ટ્રક લઇને ચલાવી રહેલા ચાલકે અરજનભાઈને ઠોકર મારી દેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે ઈમરજન્સી સેવા 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને સીટીસ્કેન કરાવ્યા બાદ જામનગર લઇ જવાનું કહેતા અરજનભાઇને જામનગરની સરકારી હોસ્પિટલમાંલઇ જવામાં આવ્યા હતા. જ્યાં સરવાર દરમ્યાન તેમનુ 22-5 ના અવસાન થયુ હતુ. પી.એમ.ની કાર્યવાહી જી.જી. હોસ્પિટલ ખાતે કરાવ્યા બાદ અંતિમવિધિ ખીજદડ મુકામે થઇ હતી અને ત્યારબાદ અજાણ્યા ટ્રકચાલક સામે બેફિકરાઈથી ટ્રક ચલાવીને પિતા અરજન વાઢીયાનું મોત નિપજાવ્યાનો રામ વાઢીયાએ ગુન્હો નોંધાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande