સોમનાથ મંદિરમાં વીઆઈપી-સ્પેશ્યલ દર્શનના નામે ચાલતા ફ્રોડથી સાવચેત રહેવા શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટની અપીલ
સોમનાથ, 26 મે (હિ.સ.) સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રીઓને ઓનલાઈક ફ્રોડનો ભોગ ન બને તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને સતત ચેતવતું હોય છે. સાથે ટ્રસ્ટની આઈ.ટી ટીમ આવી પ્રવૃતિ નિવારવા સતત મોનીટરીંગ પણ કરે છે જેથી તાજેતરમાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ફ
સોમનાથ  મંદિરમાં VIP-સ્પેશ્યલ દર્શનના નામે ચાલતા ફ્રોડથી સાવચેત


સોમનાથ, 26 મે (હિ.સ.) સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રીઓને ઓનલાઈક ફ્રોડનો ભોગ ન બને તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને સતત ચેતવતું હોય છે. સાથે ટ્રસ્ટની આઈ.ટી ટીમ આવી પ્રવૃતિ નિવારવા સતત મોનીટરીંગ પણ કરે છે જેથી તાજેતરમાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ફ્રોડ દ્વારા ઑનલાઇન માધ્યમો પર સોમનાથ મંદિરમાં વી.આઈ.પી. દર્શન (VIP Darshan) /સ્પેશ્યલ દર્શન કરાવવાની સેવા આપવાના બહાને યાત્રીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા મંગાવી ઓનલાઈન ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.

અમુક ફરજી વેબસાઈટો દ્વારા સર્ચ એન્જિનના કી-વર્ડ્સનો દુરુપયોગ કરી ગુગલ AI ના સર્ચ રિઝલ્ટમાં પણ 'સોમનાથના વી.આઈ.પી. દર્શનની ટિકિટ ઉપલબ્ધ હોવાનું' દર્શાવે છે. જે સંપૂર્ણપણે ભ્રામક અને અસત્ય છે. સોમનાથ મંદિરમાં કોઈપણ પ્રકારે પૈસા લઈને વી.આઈ.પી ટિકિટ કે પાસ દ્વારા વી.આઈ.પી. કે સ્પેશ્યલ દર્શન કરાવવાની કોઇપણ વ્યવસ્થા કે પ્રથા અસ્તિત્વમાં જ નથી.

શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ઓનલાઈન પૂજા અને રૂમ બુકિંગ, પ્રસાદ ઓર્ડર, સહિતની તમામ વ્યવસ્થા માત્રને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી જ સ્વીકારે છે અન્ય કોઈ માધ્યમ કે સાઇટ પર ફ્રોડ નો ભોગ ન બનવા યાત્રીઓને સાવચેત કરવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા આવી ભ્રામક વેબસાઇટ્સને તાત્કાલિક બ્લોક કરવા ગુગલને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો છે. સાથે આ ફ્રોડ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande