પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે હાઇકોર્ટેનો મહત્વનો ચુકાદો.
પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે સભ્ય નોંધણીની ચકાસણી જોઈન્ટ ચેરિટી કમિશ્નર દ્વારા નિયુક્ત થયેલ બે તટસ્થ વ્યક્તિઓના નેતૃત્વમાં થશે. ગુજરાત હાઈકોર્ટ ખાતે જિજ્ઞેશ હિમ્મતલાલ કરીયા વિરૂદ્ધ રાજ્ય સરકાર અને અન્ય વચ્ચેના કેસ
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે હાઇકોર્ટેનો મહત્વનો ચુકાદો.


પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માટે સભ્ય નોંધણીની ચકાસણી જોઈન્ટ ચેરિટી કમિશ્નર દ્વારા નિયુક્ત થયેલ બે તટસ્થ વ્યક્તિઓના નેતૃત્વમાં થશે. ગુજરાત હાઈકોર્ટ ખાતે જિજ્ઞેશ હિમ્મતલાલ કરીયા વિરૂદ્ધ રાજ્ય સરકાર અને અન્ય વચ્ચેના કેસ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. જજ જે. એલ. ઓડેદરા દ્વારા મૌખિક હુકમ કરવામાં આવ્યો હતો.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય બનવા ઈચ્છુક ઉમેદવારોની અરજીઓની ચકાસણી જોઈન્ટ ચેરિટી કમિશ્નર, રાજકોટ દ્વારા કરવામાં આવે. શરત એ છે કે આ અરજીઓ 15 મે 2026 સુધીમાં મળેલી હોવી જોઈએ. ચકાસણી બાદ પાત્ર ઉમેદવારોને સભ્ય તરીકે સામેલ કરવામાં આવે તો કોઈને વાંધો રહેશે નહીં આ કામગીરી જોઈન્ટ ચેરિટી કમિશ્નર દ્વારા નિમવામાં આવેલા બે તટસ્થ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે.

આ બે તટસ્થ વ્યક્તિઓ સાથે અરજદાર પક્ષ તરફથી એક અને ખાનગી પ્રતિવાદી પક્ષ તરફથી એક એમ કુલ બે વધારાના સભ્યો રહેશે. આ વ્યવસ્થાને કોર્ટે માન્ય રાખી વિવાદિત ચુકાદાના ફકરા નંબર-3 માં સુધારો કર્યો છે. અરજદારને આ સહમતિનું સોગંદનામું રજૂ કરવાની છૂટ આપી છે.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત હુકમની બાકીની સૂચનાઓ યથાવત રહેશે. પરંતુ ચૂંટણી ફક્ત કારોબારી સમિતિના એ 10 સભ્યોની જ થશે જેમની મુદત તારીખ 31 માર્ચ 2016 ના રોજ પૂર્ણ થઈ ગઈ છે.આ શરતો સાથે હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande