
રાજકોટ,26 મે (હિ.સ.) ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ દ્વારા ઓગસ્ટ-2026 ના પ્રવેશ સત્ર માટે વિવિધ વ્યવસાયિક કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગેશ્વર મંદિર પાસે, શેઠનગરની સામે આવેલી આ સરકારી સંસ્થામાં પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ ભરવા તથા સ્વીકારવાની કામગીરી હાલ કાર્યરત છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), વાયરમેન, મિકેનિક ડીઝલ, ફિટર, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, એટેન્ડન્ટ ઓપરેટર ઇન કેમિકલ પ્લાન્ટ, કોસ્મેટોલોજી અને ડ્રેસ મેકિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે.
ડ્રેસ મેકિંગ સિવાયના તમામ કોર્સ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે, જ્યારે ડ્રેસ મેકિંગ માટે ધોરણ 8 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે.
વાયરમેનનો કોર્સ બે વર્ષનો અને એ સિવાયની તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે. આ તાલીમ યુવાનોને ટેકનિકલ કૌશલ્ય પ્રદાન કરી રોજગારીની નવી તકો પૂરી પાડશે.
પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ 23 જૂન સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ