શ્રી ભરૂચ જૈન સંઘના આંગણે રૂષભના પગલે પગલે ભવ્ય કાર્યક્રમ યોજાયો
હસ્તિનાપુર નગરીની યાત્રા કરવાનો 125 તપસ્વીઓ સાથેનો ભાવિકોએ લાભ લીધો હતો ભરૂચ, 26 મે (હિ.સ.) નિશ્રાદાતા, વચનશીદ્ધ સરળ સ્વભાવિ ,શાસન પ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ નરદેવસાગર સૂરીશ્વરજી મહારાજ આદિથાણાના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય ઉત્
શ્રી ભરૂચ જૈન સંઘના આંગણે રૂષભના પગલે પગલે ભવ્ય કાર્યક્રમ યોજાયો


શ્રી ભરૂચ જૈન સંઘના આંગણે રૂષભના પગલે પગલે ભવ્ય કાર્યક્રમ યોજાયો


શ્રી ભરૂચ જૈન સંઘના આંગણે રૂષભના પગલે પગલે ભવ્ય કાર્યક્રમ યોજાયો


હસ્તિનાપુર નગરીની યાત્રા કરવાનો 125 તપસ્વીઓ સાથેનો ભાવિકોએ લાભ લીધો હતો

ભરૂચ, 26 મે (હિ.સ.) નિશ્રાદાતા, વચનશીદ્ધ સરળ સ્વભાવિ ,શાસન પ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ નરદેવસાગર સૂરીશ્વરજી મહારાજ આદિથાણાના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો.

ધાર્મિક આસ્થા અને તપશ્ચર્યાના પાવન સંગમ સમાન એક ભવ્ય ધર્મોત્સવ તાજેતરમાં અત્યંત હર્ષોલ્લાસ સાથે ભરૂચ ખાતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પાલિતાણા અને ઝઘડિયા તીર્થની પવિત્ર યાત્રા સહિત વર્ષીતપ કરનારા આરાધકોના પારણાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી.એ પળ એ ક્ષણ પાર કરીએ તો ખરેખર એવું લાગે છે કે આપણા દેવાધીદેવ આદિનાથ ભગવાનના નજીકમાં બેસ્યા હોય તેવી પ્રતીતિ થઈ રહી હતી.

125 તપસ્વીઓ સાથે પાલિતાણા અને ઝઘડિયા તીર્થની યાત્રા.મહોત્સવ અંતર્ગત પાલિતાણા ધામ ખાતે આદિનાથ ભગવાનના પાવન દર્શન-ભેટવા માટે 125 જેટલા કઠિન તપસ્વીઓ સાથે મનનીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ આ યાત્રાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, ઝઘડિયા તીર્થ ખાતે પણ તમામ તપસ્વીઓ સાથે વિશિષ્ટ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાવુકોએ દર્શન અને ભક્તિનો અદ્ભુત લ્હાવો લીધો હતો.

વર્ષીતપના આરાધકોના પારણા કરાવવાનો પાવન અવસર.વર્ષ દરમિયાન અત્યંત કઠિન ગણાતા એક ઉપવાસ અને એક બિયાસણાં જેવી કપરી તપશ્ચર્યા કરનારા તપસ્વીઓના પારણા કરાવવાનો ભવ્ય પ્રસંગ યોજાયો હતો. સમાજના અનેક અગ્રણીઓ અને મહાનુભાવોએ આ તપસ્વીઓને પારણા કરાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને તપસ્વીઓની સાધનાને બિરદાવી હતી.

સંગીતકાર ત્રિલોક મોદીની સુરાવલીઓ પર ઝૂમી ઊઠી માનવ મેદની.આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિમય માહોલ ઊભો કરવા માટે જાણીતા સંગીતકાર ત્રિલોક મોદીએ સંગીતના સથવારે સૂર રેલાવ્યા હતા. તેમના સુમધુર સંગીત અને ભક્તિગીતોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક આનંદથી ભરી દીધું હતું. ઉપસ્થિત વિશાળ જનમેદનીએ સતત ૩.૩૦ (સાડા ત્રણ) કલાક સુધી અવિરતપણે સંગીત સાથે ઉલ્લાસભર્યા અંતરના આનંદનો લ્હાવો લીધો હતો અને ભક્તિરસમાં તરબોળ થયા હતા.

આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય આચાર્યએ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે ભાવભીના હૃદયે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, તપસ્વીઓની આ એક વર્ષની કઠિન તપસ્યા સુખરૂપે પરિપૂર્ણ થાય અને તેમના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય.

સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ, તપ અને આરાધનાનો એવો ત્રિવેણી સંગમ રચાયો હતો કે ત્યાં ઉપસ્થિત પ્રત્યેક શ્રદ્ધાળુ અને ભાવિકોના મુખ ઉપર અપાર પ્રસન્નતા અને આનંદનો દિવ્ય અનુભવ સ્પષ્ટપણે જોવા મળતો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande