સાંસદ કલાબેન ડેલકરે રાહુલ ગાંધીના નિવેદનની કરી કડક નિંદા
સેલવાસ, 26 મે (હિ.સ.) દાદરા અને નગર હવેલીની સાંસદ કલાબેન ડેલકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીની કડક નિંદા કરી છે. તેમણે આ નિવેદનને કોંગ્રેસની હત
સાંસદ કલાબેન ડેલકર


સેલવાસ, 26 મે (હિ.સ.) દાદરા અને નગર હવેલીની સાંસદ કલાબેન ડેલકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીની કડક નિંદા કરી છે. તેમણે આ નિવેદનને કોંગ્રેસની હતાશા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેના અનાદરનું પ્રતિક ગણાવ્યું છે.

સાંસદ કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજમાન નેતાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો માત્ર વ્યક્તિગત ટિપ્પણી નથી, પરંતુ દેશની લોકશાહી વ્યવસ્થા અને કરોડો દેશવાસીઓની ભાવનાઓનું પણ અપમાન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ દેશમાં સુરક્ષા, વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી તાકાતો સામે કેન્દ્ર સરકારે મજબૂત કામગીરી કરી છે, જેના પર સમગ્ર દેશને ગર્વ છે.

સાંસદે વિરોધ પક્ષના નેતાઓને પોતાની ભાષા અને મર્યાદા જાળવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે રાજકીય મતભેદ લોકશાહીની એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ અભદ્ર અને બિનજવાબદાર નિવેદનો ભારતીય લોકશાહીની સ્વસ્થ પરંપરાઓને અનુકૂળ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande