નાગર ચકલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ભુજ એ-ડિવિઝન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 26 મે (હિ.સ.) : ભુજ શહેરના નાગર ચકલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. શહેરમાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે પશ્ચિમ કચ્છ પોલી
નાગર ચકલા ચોરી કેસના આરોપી


નાગર ચકલા ચોરી કેસના આરોપી


કચ્છ, 26 મે (હિ.સ.) : ભુજ શહેરના નાગર ચકલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. શહેરમાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

તા. 23 મે 2026ના રોજ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગે બી.એન.એસ. કલમ 305(એ) અને 331(3) હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના ફૂટેજનું બારીકીથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે જ હ્યુમન સોર્સની મદદથી શંકાસ્પદોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.

ટેકનિકલ માહિતી અને બાતમીના આધારે પોલીસે ઓસ્માણગની ઉમર ગગડા અને આસીફ ઇબ્રાહીમ અબડાને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ ભુજના દાદુપીર રોડ, ભીડનાકા બહાર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન ચોરી અંગે મહત્વપૂર્ણ વિગતો બહાર આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલ જીજે-12-ડીએન-2858 નંબરનું એક્ટિવા વાહન, રોકડા રૂપિયા તથા એક ડિસમિસ પણ કબ્જે લેવામાં આવ્યા છે. પોલીસે કુલ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.આર. મોરી, એએસઆઈ ઉમેશભાઈ બારોટ તેમજ પોલીસ સ્ટાફના રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઈ બાંભવા, દશરથભાઈ ચૌધરી, કૈલાસભાઈ ચૌધરી અને મામદહુસેન કુંભાર સહિતના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં પોલીસે આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande