108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી, માતા-શિશુ સુરક્ષિત
પાટણ, 26 મે (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈગામડા ગામે એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ EMT સંજયભાઈ ઠાકોર અને પાયલોટ ઇમરાનખાન મલેક માત્ર 7 મિનિટમાં સ્થળ પર પહોંચી ગય
108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી, માતા-શિશુ સુરક્ષિત


પાટણ, 26 મે (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈગામડા ગામે એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ EMT સંજયભાઈ ઠાકોર અને પાયલોટ ઇમરાનખાન મલેક માત્ર 7 મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા.

મહિલાને વધુ સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન રસ્તામાં મહિલાની પ્રસૂતિ પીડા વધી જતા 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક ઊભી રાખવામાં આવી હતી.

અમદાવાદ 108 સેન્ટરના ERCP ડૉ. પંકજભાઈના માર્ગદર્શન હેઠળ EMT ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ હોવાનું જણાવાયું છે.

બાદમાં માતા અને બાળકને વધુ સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમયસર સેવા અને સફળ કામગીરી બદલ પરિવારજનોએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande