સુદામાપુરીના પ્રથમ મેયર તો સુદામાજી જ છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ: સાગર મોદી
પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદરના પ્રથમ મેયર તરીકે સાગર મોદી ના નામની જાહેરાત સાથે મેયરની ખુરશીમાં શ્રીકૃષ્ણ-સુદામાજી ના ચિત્રને બિરાજમાન કરાતા ભક્તિ અને સંસ્કારનો અનોખો માહોલ સર્જાયો. આ પ્રસંગે સાગર મોદીએ જણાવ્યું કે, “સુદામાપુરીના પ્રથમ મેયર તો
સુદામાપુરીના પ્રથમ મેયર તો સુદામાજી જ છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ: સાગર મોદી


પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદરના પ્રથમ મેયર તરીકે સાગર મોદી ના નામની જાહેરાત સાથે મેયરની ખુરશીમાં શ્રીકૃષ્ણ-સુદામાજી ના ચિત્રને બિરાજમાન કરાતા ભક્તિ અને સંસ્કારનો અનોખો માહોલ સર્જાયો. આ પ્રસંગે સાગર મોદીએ જણાવ્યું કે, “સુદામાપુરીના પ્રથમ મેયર તો સુદામાજી જ છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ.”

પોરબંદર શહેર માટે આજે એક ઐતિહાસિક અને ભાવવિભોર ક્ષણ સર્જાઈ, જ્યારે પોરબંદર મનપાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી ના નામની જાહેરાત કરવામાં આવી. આ અવસરે માત્ર રાજકીય નહીં પરંતુ આધ્યાત્મિક અને સંસ્કારસભર દૃશ્ય પણ જોવા મળ્યું. મેયરની ખુરશીમાં શ્રીકૃષ્ણ-સુદામાજી ના પવિત્ર ચિત્રને બિરાજમાન કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, આસ્થા અને સંસ્કારથી ઓતપ્રોત બની ગયું. ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને નાગરિકોમાં પણ આ દૃશ્યે વિશેષ ભાવના જગાવી હતી.

આ પ્રસંગે સાગર મોદીએ ખૂબ જ નમ્રતા અને ભાવુકતા સાથે જણાવ્યું કે, “સુદામાપુરીના પ્રથમ મેયર તો સુદામાજી જ છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ.” તેમના આ શબ્દોએ સૌના હૃદયને સ્પર્શી લીધા હતા અને પોરબંદરની સાંસ્કૃતિક ઓળખ તથા શ્રીકૃષ્ણ-સુદામાની મિત્રતાની પરંપરાને ફરી જીવંત બનાવી હતી

મનુભાઈ પોરબંદરના પ્રથમ મેયર તરીકે સાગર મોદીની વરણી થતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સાગર મોદીના પિતા મનુ મોદી તથા બહેન પરિતાએ ઉપેરણું પહેરાવી અને “જય ગિરરાજધરણ કી જય”ના જયઘોષ સાથે તેમને આશીર્વાદ આપ્યા હતા. પિતા મનુ મોદીએ પુત્રને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે પોરબંદર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર સતત પ્રગતિના માર્ગે આગળ વધે તેવી તેમની શુભકામનાઓ છે. પ્રથમ મેયર તરીકે પુત્રની વરણી થતા પરિવારજનોમાં ગર્વ અને આનંદની લાગણી જોવા મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande