રક્તદાતા નગરી ફરી માનવતા ના રંગે રંગાશે.
પોરબંદર, 26 મે (હિ.સ.) ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદરની વિવિધ બ્લડ બેંકોમાં તમામ ગ્રુપના રક્તની ગંભીર અછત સર્જાતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને થેલેસેમિયા સહિતની ગંભીર બીમારીઓથી પીડાતા બાળકો માટે સમયસર રક્ત ઉપલબ્
રક્તદાતા નગરી ફરી માનવતા ના રંગે રંગાશે.


પોરબંદર, 26 મે (હિ.સ.) ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદરની વિવિધ બ્લડ બેંકોમાં તમામ ગ્રુપના રક્તની ગંભીર અછત સર્જાતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને થેલેસેમિયા સહિતની ગંભીર બીમારીઓથી પીડાતા બાળકો માટે સમયસર રક્ત ઉપલબ્ધ રહે તે અત્યંત જરૂરી બન્યું છે.

આવી સ્થિતિમાં માનવસેવાના કાર્યમાં આગળ વધીને બાલા હનુમાન ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.પરષોત્તમ માસ નિમિત્તે યોજાનાર આ રકતદાન કેમ્પ 06 જૂન 2026,શનિવારના રોજ સાંજે 5:00 વાગ્યાથી સુદામા ચોક સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે યોજાશે.બાલા હનુમાન ગ્રુપના સ્વયંસેવકો દ્વારા શહેરના યુવાઓ, હનુમાન ભક્તો તેમજ નિયમિત રક્તદાતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરીને માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

આયોજકોના જણાવ્યા મુજબ કેમ્પમાં એકત્રિત થનાર રક્ત પોરબંદરની વિવિધ બ્લડ બેંકો તેમજ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે અર્પણ કરવામાં આવશે, જેથી કોઈ દર્દીને રક્તના અભાવે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande