ધોરણ 10 પછી ડિપ્લોમા પ્રવેશ માર્ગદર્શન સેમિનારની હવે 29 મેના રોજ યોજાશે
રાજકોટ,26 મે (હિ.સ.) સરકારી પોલીટેક્નીક, રાજકોટ ખાતે ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં વર્ષ 2026-27ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અને કારકિર્દી માર્ગદર્શન અંગે યોજાનાર સેમિનારની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ સેમિનાર 28 મે ના રોજ ય
ધોરણ 10 પછી ડિપ્લોમા પ્રવેશ માર્ગદર્શન સેમિનારની હવે 29 મેના રોજ યોજાશે


રાજકોટ,26 મે (હિ.સ.) સરકારી પોલીટેક્નીક, રાજકોટ ખાતે ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમોમાં વર્ષ 2026-27ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અને કારકિર્દી માર્ગદર્શન અંગે યોજાનાર સેમિનારની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અગાઉ આ સેમિનાર 28 મે ના રોજ યોજાવાનો હતો, પરંતુ તે દિવસે જાહેર રજા હોવાના કારણે હવે આ સેમિનાર 29 મે ના શુક્રવારના રોજ સવારે ભાવનગર રોડ, આજીડેમ પાસે આવેલ સરકારી પોલીટેક્નીક, રાજકોટના ઇલેક્ટ્રીકલ સેમીનાર હોલ ખાતે જ યોજાશે.

એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC), અમદાવાદ દ્વારા આયોજિત આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવશે તેમજ ડિપ્લોમાના વિવિધ અભ્યાસક્રમો દ્વારા કારકિર્દી ઘડતર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

પોલીટેક્નીકના આચાર્ય અસીત પંડ્યાના જણાવ્યા અનુસાર પ્રવેશ લેવા ઇચ્છુક તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

આ ઉપરાંત, સંસ્થાના LRUC બિલ્ડીંગ ખાતે ડિપ્લોમા એડમિશનના ઓનલાઇન ફોર્મ ભરવા અને અન્ય માહિતી માટે વિનામૂલ્યે હેલ્પ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે,

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande