રાજકોટ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી પ્રથમ બેઠક યોજાઈ
રાજકોટ, 26 મે (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ બધી સંસ્થાઓમાં રાજકોટ જિલ્લા પંચાયત ખાતે નવી ચૂંટાયેલ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકના મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે
The first meeting of the newly elected Rajkot District Panchayat was held.


રાજકોટ, 26 મે (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ બધી સંસ્થાઓમાં રાજકોટ જિલ્લા પંચાયત ખાતે નવી ચૂંટાયેલ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

બેઠકના મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે સંજય પીપળીયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવાની વરણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ 2.5 વર્ષની હોય છે.

આ તકે જિલ્લા કલેક્ટરએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા પંચાયત પ્રથમ બેઠકમાં ચૂંટાયેલ સભ્યો, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ડેપ્યુટી ડીડીઓ જય ગોસ્વામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande