ગુજરાત એટીએસ-કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશનમાં, કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- યુરોપથી જથ્થો લાવવામાં આવી રહ્યો હતો - કચ્છના દરિયામાંથી પોર્ટ પર આ ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો અમદાવાદ,27 મે (હિ.સ.) ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામ
ATS gujarat


- યુરોપથી જથ્થો લાવવામાં આવી રહ્યો હતો

- કચ્છના દરિયામાંથી પોર્ટ પર આ ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો

અમદાવાદ,27 મે (હિ.સ.) ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને લોકલ એસઓજીની સંયુક્ત કામગીરીથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે.ગુજરાતમાં અને ભારતમાં વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, યુરોપથી એક જહાજમાં ડ્રગ્સ આવી રહ્યુ છે. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાન કનેક્નશ પણ સામે આવી શકે છે. આ અંગેની વોચ રાખીને તપાસ કરતા ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીને મોટી સફળતા મળી છે.

બાતમીના આધારે કચ્છના દરિયામાં એક જહાજમાંથી 200 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શકમંદોને ઝડપી પાડ્યા છે.

ડ્રગ્સનો આ જથ્થો યુરોપથી લાવવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક વિગત મળી છે. જો કે, આ જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોણે મંગાવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બાબતે ગુજરાત એટીએસ બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી જાહેર કરી શકે છે.

આ ડ્રગ્સની બજાર કિંમત 200થી 500 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande