પાટીથી કેરીયા ગામને જોડતા રસ્તા પર ડામરકામ પૂર્ણ, ગ્રામજનોને મળશે સરળ અવરજવર સુવિધા
બોટાદ,27 મે (હિ.સ.) બોટાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા
ભાવનગર


બોટાદ,27 મે (હિ.સ.) બોટાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન સુવિધા મળી રહે તે માટે રસ્તાઓના રિસરફેસિંગ તથા મરામત કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે પાટી ગામથી કેરીયા(૧) ગામને જોડતા માર્ગ પર ડામરકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

આ રસ્તો લાંબા સમયથી ખાડાઓ અને અસમતળ સપાટીથી પ્રભાવિત બન્યો હતો, જેના કારણે ગ્રામજનોને અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન વાહનચાલકો અને ખેડૂતોએ ભારે હાલાકી અનુભવવી પડતી હતી. હવે ડામરકામ પૂર્ણ થતાં માર્ગ સમતળ અને સુગમ બન્યો છે, જેના કારણે વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે.

ગ્રામજનોમાં પણ આ કામગીરીને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે નવા ડામરકામથી રોજિંદી અવરજવર, કૃષિ ઉત્પાદનના પરિવહન તેમજ વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે મુસાફરી વધુ સરળ બનશે. માર્ગ સુવિધા સુધરતા આસપાસના ગામો વચ્ચેનો સંપર્ક પણ વધુ મજબૂત બનશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સતત વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. પાટીથી કેરીયા ગામને જોડતા રસ્તાનું ડામરકામ પૂર્ણ થતાં ગ્રામ્ય વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande