
ભાવનગર, 27 મે (હિ.સ.)ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં અનેક ખેડૂતો બાગાયતી પાક તરીકે આંબાની ખેતી કરી રહ્યા છે. પરંતુ આંબા ની ખેતીમાં બદલાતા વાતાવરણ, ભાવમાં વધઘટ અને રોગ જીવાત આવવાના કારણે ઉત્પાદન ઉપર અસર પડતી હોય છે પરંતુ કેટલીક નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ અપનાવાના કારણે ખેડૂતોને ફાયદો થતો હોય છે.તેમાંથી ફ્રૂટ કવર બેગ પદ્ધતિ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી હોવાનું કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે.કેરીના ફળ ઉપર ખાસ પ્રકારની ફ્રુટ બેગ ચડાવવામાં આવે છે.
આ બેગ ફળને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે જેથી બહારની જીવાતો અને હાનિકારક પરિબળોનો સીધો પ્રભાવ ફળ પર પડતો નથી.ફ્રૂટ કવર બેગ લગાવવાથી સૌથી મોટો ફાયદો ફળમાખી અને અન્ય જીવાતોથી રક્ષણ મળે છે. કેરીમાં ફળમાખીનો ઉપદ્રવ ખેડૂતો માટે મોટું નુકસાન સર્જે છે.આ ઉપરાંત ફળ ઉપર ડાઘા પડતા અટકે છે અને કેરીનો રંગ વધુ આકર્ષક બને છે. બજારમાં સારી દેખાવવાળી કેરીને વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે. બેગિંગ પદ્ધતિથી કેરી ઉપર ધૂળ, વરસાદી પાણી અને સૂર્યપ્રકાશની તીવ્ર અસર પણ ઓછી થાય છે, જેના કારણે ફળની ગુણવત્તા જળવાઈ રહે છે.
આ અંગે કૃષિ નિષ્ણાંત ડૉ. વિજયભાઈએ જણાવ્યું કે હાલ જોઈએ તો ખેડૂતોને અલગ અલગ રીતે નુકસાની જઈ રહી છે વાતાવરણમાં પલટો, યોગ્ય ભાવના મળવા, રોગ જીવાત આવી વગેરે કારણોસર ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. આવી પરિસ્થિતિની વચ્ચે પણ ખેડૂતો સારું ઉત્પાદન કેરીનું વેચાણ કરીને મેળવી શકે તે માટે હાલ ઘણા સમયથી જોઈએ તો નવી પદ્ધતિ આવી છે અને જેમાં કેરીના ફળ ઉપર ફ્રૂટ કવર બેગ ખેડૂતો લગાવે તો તેનાથી ખૂબ તેને ફાયદો થતો હોય છે . આ બેગ નો ભાવ 2થી લઈને 3 ની વચ્ચે હોય છે. તેની અંદર અલગ અલગ પ્રકારના બે થી ત્રણ લેયર આવે છે.
આ બેગ પહેરાવાથી ખેડૂતોને શું ફાયદો થાય તેની વાત કરીએ તો સૌપ્રથમ ખેડૂતોને પ્રશ્ન થતો હોય છે કે આ બેગ કયા સમયે પહેરાવી જોઈએ. તો જ્યારે પાકવાની અવસ્થા હોય તે પહેલા થોડો સમય બેગ પહેરાવવામાં આવે તો કહેતો ને ફાયદો થતો હોય કેરીનું ફળ જ્યારે પુખ્ત હોય તે સમયે મઘીયા નો એટેક વધુ રહેતો હોય છે. જેથી તેની સામે રક્ષણ મળે છે આ ઉપરાંત પાકવાની અવસ્થા એ સૂનમાખ નો એટેક રહેતો હોય છે જો બેગ પહેરાવેલી હોય તો આ માખ ફળ ઉપર એટેક કરી શકતી નથી. આ ઉપરાંત સૂર્યના કિરણો સીધા કેરી પર પડવાના કારણે પણ કેરીમાં નુકસાન જોવા મળતું હોય છે.
જે કેરી ઉપર બેગ પહેરાવેલી હોય તેની સાઇનિંગ પણ ખૂબ સારી રહે છે અને ફળ બગડતું નથી. આ બેગ ના ખર્ચ વિશે વાત કરીએ તો એક બેગ નો ખર્ચ 2 રૂપિયાની આસપાસ થતો હોય છે. બેગ લગાવવા પાછળ મજૂરી ખર્ચ 0.50 ગણીએ તો એવરેજ ત્રણ રૂપિયાની આસપાસ ખર્ચ એક કેરીને બેગ ચડાવવા પાછળ લાગતો હોય છે. એક બોક્સમાં 35 કેરી આવે તેની પાછળ 105 રૂપિયા જેવો પર પહોંચશે ખર્ચ બેગ ચડાવવા પાછળ લાગે છે તેની સામે કેરીનું ફળ ખૂબ સારું રહેતું હોવાના કારણે ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA