બોટાદ જિલ્લાના તમામ બાકી ખાતેદાર ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચના
બોટાદ, 27 મે (હિ.સ.)ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે Agristack Project અમલમાં મુકેલ છે. Agristack Project હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં
ભાવનગર


બોટાદ, 27 મે (હિ.સ.)ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે Agristack Project અમલમાં મુકેલ છે. Agristack Project હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવ્યો છે. ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે સમયસર મળી રહે તેવો છે.

સરકારશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ખાતેદાર ખેડૂતોને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આથી, અત્રેના બોટાદ જિલ્લાના બાકી તમામ ખાતેદારો ખેડૂત ભાઈઓબહેનોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે. ફાર્મર રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદ્ઉપરાંત ખેડૂતો જાતે મોબાઈલ ફોનના ઉપયોગથી gjfr.agristack.gov.in લીંક પર ક્લિક કરી સરળતાથી સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકશે. જેની લિંક આ સાથે સામેલ બારકોડ સ્કેન કરી કરી શકશો.

ફાર્મર રજીસ્ટ્રેશન માટે સાથે જરુરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિંક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી/લઈ જવાની રહે છે. તેમના દસ્તાવેજો ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેતા નથી માત્ર ક્ષતિ રહિત ફોર્મ ભરવા સાથે રાખવાના રહે છે. વધુ માહિતી અર્થે ગ્રામ્ય કક્ષાએ આપના ગ્રામ સેવકશ્રી /તલાટી કમ મંત્રી નો સંપર્ક કરવા અનુરોધ છે. તેમ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande