પાટણમાં લાખો લીટર પાણીનો વેડફાટ, પાલિકા પર સવાલ
પાટણ, 27 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 સ્થિત કાળકા પમ્પિંગ સ્ટેશન પરથી લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ફરજ પર કર્મચારી હાજર ન હોવાથી પાણીની ટાંકી ઉભરાઈ ગઈ અને કિંમતી પાણી રસ્તાઓ પર વહી ગયું. ઉનાળ
પાટણમાં લાખો લીટર પાણીનો વેડફાટ, પાલિકા પર સવાલ


પાટણ, 27 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 સ્થિત કાળકા પમ્પિંગ સ્ટેશન પરથી લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન ફરજ પર કર્મચારી હાજર ન હોવાથી પાણીની ટાંકી ઉભરાઈ ગઈ અને કિંમતી પાણી રસ્તાઓ પર વહી ગયું. ઉનાળાની ઋતુમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે થયેલી આ બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, એક તરફ લોકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી અને બીજી તરફ પાલિકાના પમ્પિંગ સ્ટેશન પર જ હજારો ગેલન પાણી બગડી રહ્યું છે. આ વિસ્તાર પાલિકા પ્રમુખના વોર્ડમાં આવતો હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતાં વહીવટી બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે.

આ મામલે પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પાલિકાના નિષ્ક્રિય વહીવટની ટીકા કરી પમ્પિંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવા અને જવાબદાર સુપરવાઈઝરની નિમણૂક કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં પાણીના વેડફાટને રોકી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande