નીટ પરીક્ષા લીક કેસમાં વધુ બે લોકોની ધરપકડ, કુલ 13 પકડાયા
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). સીબીઆઈએ નીટ-યુજી 2026 પરીક્ષા પેપર લીક કેસની તપાસ દરમિયાન વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેઓને મળીને આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. ધરપકડ કરાયેલા લાતુરના રહેવાસી ડૉક્ટર મનોજ શિરુરેની ત્રણ વિદ્યાર્થીઓને
સીબીઆઈ


નવી દિલ્હી, 27 મે (હિ.સ.). સીબીઆઈએ નીટ-યુજી 2026 પરીક્ષા પેપર લીક કેસની તપાસ દરમિયાન વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેઓને મળીને આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. ધરપકડ કરાયેલા લાતુરના રહેવાસી ડૉક્ટર મનોજ શિરુરેની ત્રણ વિદ્યાર્થીઓને મદદ કરવામાં મહત્વની ભૂમિકા છે. જેમાં એક કોચિંગ સેન્ટરના માલિકનો દીકરો પણ સામેલ છે. તેમણે આરોપી પી.વી. કુલકર્ણી પાસેથી કેમિસ્ટ્રીના પ્રશ્નો મેળવવામાં આ વિદ્યાર્થીઓને મદદ કરી હતી.

સીબીઆઈએ તેજસ હર્ષદકુમાર શાહની પણ ધરપકડ કરી છે. તે પુણે સ્થિત એક કોચિંગ સેન્ટર, ડૉ. અભંગ પ્રભુ મેડિકલ એકેડેમી (એપીએમએ) માં ફિઝિક્સ ફેકલ્ટી છે. તપાસમાં ખુલાસો થયો છે કે, તેને લીક થયેલા ફિઝિક્સના પ્રશ્નો મનીષા હવાલદાર પાસેથી મળ્યા હતા. મનીષાની અગાઉ જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સીબીઆઈએ એક અખબારી યાદીમાં આ માહિતી આપતાં જણાવ્યું કે, સમગ્ર કડી અને કાવતરાની ભાળ મેળવવા માટે તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં અલગ-અલગ 49 સ્થળોએ તલાશી લેવામાં આવી છે. અનેક લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ 12 મે ના રોજ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે આ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયાના તુરંત બાદ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને દેશભરમાં અલગ-અલગ સ્થળોએ તલાશી લેવામાં આવી હતી. ઘણા શંકાસ્પદોને અટકાયતમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહલ્યાનગરથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande