મોદી, બિરલા, રાજનાથે ગડકરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી


નવી દિલ્હી, 27 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.

વડાપ્રધાને એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, ગડકરી ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બહેતર કનેક્ટિવિટી પ્રદાન કરવાના પ્રયાસોમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે તેમના દીર્ઘ અને સ્વસ્થ જીવનની કામના કરી.

લોકસભા અધ્યક્ષ બિરલાએ, ગડકરીને જન્મદિવસની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવતા ઈશ્વર પાસે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને મંગલમય જીવનની કામના કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ગડકરીને “ગતિશીલ સહયોગી” ગણાવતા કહ્યું કે, તેઓ દેશમાં વિશ્વસ્તરીય માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સતત કાર્ય કરી રહ્યા છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, માર્ગ નિર્માણ, આધુનિક કનેક્ટિવિટી અને એક્સપ્રેસવે નેટવર્કના વિસ્તરણમાં ગડકરીના નેતૃત્વએ ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. તેમણે ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં તેમના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને, તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવામાં સતત સફળતાની કામના કરી.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે, ગડકરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમના સુખી અને સ્વસ્થ જીવનની કામના કરી.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હીના વિકાસ, કનેક્ટિવિટી અને પ્રગતિમાં ગડકરીનો સહયોગ અને માર્ગદર્શન પ્રેરણાદાયી રહ્યું છે. તેમણે તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરી.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande