ખેડૂતના ખેતરમાં ઝાડ-છોડના મૂળનો ખોરાક ભંડાર એટલે પ્રાકૃતિક જીવદ્રવય
બોટાદ, 27 મે (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્તે રાજ્યના ખેડૂતોને રસાયણિક ખેતી ત્યાગી પ્રાકૃતિક કૃષિ કરવાનો એક અભિગમ ચિંધ્યો છે જેને વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા અપનાવવાથી આ અભિગમ હવે અભિયાન બન્યું છે. ચાલો, ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ અંગેના આ
બોટાદ


બોટાદ, 27 મે (હિ.સ.) : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્તે રાજ્યના ખેડૂતોને રસાયણિક ખેતી ત્યાગી પ્રાકૃતિક કૃષિ કરવાનો એક અભિગમ ચિંધ્યો છે જેને વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા અપનાવવાથી આ અભિગમ હવે અભિયાન બન્યું છે. ચાલો, ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ અંગેના આવા જ અવનવા ખ્યાલ અને થીયરીને સમજીએ. પ્રાકૃતિક કૃષિના અભિગમથી જોઈએ તો ખેતરમાં ઝાડ-છોડ મૂળનો ખોરાક ભંડાર એટલે જીવદ્રવ્ય (હ્યુમસ) અમૃત છે. જમીનની જીવંત ફળદ્રુપ શક્તિને માપવાના માપદંડને “જીવદ્રવ્ય” કહેવામાં આવે છે. જીવદ્રવ્ય માટીમાં રહેલા અસંખ્ય જીવાણુંઓની શાસ્વત જીવંતના છે.

જમીનના વૈજ્ઞાનિક એસ.એ.વાક્સને જીવદ્રવ્ય માટે લખ્યું છે કે, “Humus is an aggregation of reddish black color matters એટલે કે જીવદ્રવ્ય એ એક લાલાશ પડતા કાળા રંગના પદાર્થોનું સમૂહ છે.”જીવદ્રવ્ય એ થોડા લાલશ અને ઘેરા કાળા રંગના અસંખ્ય પદાર્થોથી બનેલો એક એવો સમૂહ છે જેમાંથી વનસ્પતિ પદાર્થ, પ્રાણી, જીવાણું, કીટકો અને સુક્ષ્મ જીવાણું આ બધા મરેલા શરીરને સુક્ષ્મ જીવાણુંઓથી વિઘટીત કરીને મુક્ત કરે છે. ત્યાર બાદ જીવદ્રવ્યમાં 50 થી 90 ટકા કાર્બન અને 06 ટકા નાઈટ્રોજન હોય છે. જેમાં કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ 10:01 હોય છે. આ પ્રમાણ સૌથી સારી ફળદ્રુપ અને ઉપજાવ જમીન માટે ગણાઈ છે. જ્યારે 10 કિલો કાર્બનથી 1 કિલો નાઈટ્રોજન હવામાં ભળે છે, ત્યારે જીવદ્રવ્ય બને છે. જીવદ્રવ્યનાં નિર્માણમાં વનસ્પતિઓના મરેલા શરીર અગત્યની ભૂમિકા ભજવે છે. કાર્બન, નાઈટ્રોજનપ્રમાણને(૧૦:૦૧) સ્થિર રાખવા માટે છાયડામાં એક અથવા બે પ્રકારના આવરણ ઢાંકવા જરૂરી છે. જે માટે શેરડીનું ભૂસું, ઘઉંનું ભૂસુ, ચણા, મસુર, તુવેર, અડદ, મગનાં ભુસાનું મિશ્રણ કરવાથી કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ બનાવી શકાય છે. જેથી વધારેમાં વધારે જીવદ્રવ્યનું નિર્માણ થઈ શકે. એક દળીય અને દ્રીદળીયવાળા પાકોને ઢાંકવાથી વધારેમાં વધારે જીવાણું વધે છે. દેશી ગાયના છાણમાં સૌથી વધારે જીવાણુંનું મેળવણ(જામન) હોય છે. કેમ કે, એક દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300થી 500 કરોડ સુક્ષ્મ જીવાણુ હોય છે. સાથોસાથ વધારેમાં વધારે જીવાણુંઓના મૃત્યુ પછી તેના શરીર સડે છે અને કાર્બન અને નાઈટ્રોજનનનું પ્રમાણ 10:01 હોવાથી હ્યુમસનું નિર્માણ વધારેમાં વધારે થાય છે.

જીવદ્રવ્યની અગત્યતા એ છે કે, જીવદ્રવ્યમાં સર્જન અને વિઘટન બન્ને પ્રક્રિયા એક સાથે સળંગ ચાલતી રહે છે. જીવદ્રવ્ય પાકના મૂળને ખોરાક આપતો અગત્યનો સ્રોત જ નથી, પરંતુ અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓના માધ્યમથી ખોરાક આપવાવાળો સ્ત્રોત પણ છે. જીવદ્રવ્ય ખોરાક તત્વોને અદલ-બદલ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. જમીનમાં જીવદ્રવ્યની હાજરીથી જમીન બહુ જ નરમ, મુલાયમ, કોમળ, મૂદુ, કણાકાર અને હવાની અવર-જવર કરવાવાળી બને છે. જેનાથી જમીનની સારી સંરચના હોવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે અને જમીનના જળ સ્રોતોમાં જમા થઈ જાય છે. 1 દિવસમાં 1 કિલો જીવદ્રવ્ય હવાથી ૬ લીટર પાણી શોષી લે છે. હવામાં આખા વર્ષ દરમ્યાન 35થી 90 ટકા ભેજ હોય છે. જીવદ્રવ્ય જેને હવામાંથી શોષી છોડના મૂળ અને જીવાણુઓ સુધી પહોંચાડી દે છે. જીવદ્રવ્ય વાતાવરણ અને જમીનમાંથી મોટા પ્રમાણમાં જે ભેજ લે છે અને એ ભેજને પોતાના શરીરમાં સંગ્રહ કરે છે. જીવદ્રવ્યનું શરીર સ્પંજ જેવું હોય છે જે પાણી શોષે છે, જેમાંથી થોડું પાણી છોડના મૂળ માટે તથા થોડું પાણી સુક્ષ્મજીવાણુઓના ઊપયોગ માટે કરે છે. જીવદ્રવ્ય સુક્ષ્મજીવાણુઓને પોતાના વાત્સલ્ય અને મમતાથી અભિભૂત કરી દે છે. જીવદ્રવ્ય માટીના કણોની સાથે પોતાને બાંધીને તેના કણોનાં સ્વરૂપમાં બદલી નાખે છે અને સાથે ચીકણા કણોની ચિકાશ પણ સમાપ્ત કરી દે છે. આ પ્રકીયાથી જીવદ્રવ્ય માટીના કણોને ગોળાકાર, કણાકાર, મુલાયમ અને હવાદાર બનાવે છે. જીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પુરતી કરે છે. જીવદ્રવ્યસુક્ષ્મજીવાણુંઓના વિકાસ માટે જરૂરી ખોરાક, તત્વ અને ઉર્જા આપવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande