બોટાદમાં પી.એમ સ્વનિધી ધિરાણ કેમ્પ યોજાયો, ફેરિયાઓને મળ્યો રોજગારીનો આધાર
બોટાદ, 27 મે (હિ.સ.) : બોટાદ શહેરમાં નાના વેપારીઓ અને ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એસ.બી.આઈ કોર્ટ-કમ્પાઉન્ડ શાખા અને નગરપાલિકાની એન.યુ.એલ.એમ શાખાના સંયુક્ત ઉપક્રમે પી.એમ સ્વનિધી યોજના અંતર્ગત ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ
ભાવનગર


બોટાદ, 27 મે (હિ.સ.) : બોટાદ શહેરમાં નાના વેપારીઓ અને ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એસ.બી.આઈ કોર્ટ-કમ્પાઉન્ડ શાખા અને નગરપાલિકાની એન.યુ.એલ.એમ શાખાના સંયુક્ત ઉપક્રમે પી.એમ સ્વનિધી યોજના અંતર્ગત ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ એસ.બી.આઈ કોર્ટ-કમ્પાઉન્ડ બેંક ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લારીધારકો અને નાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પનું આયોજન એસ.બી.આઈના ચીફ મેનેજર નવીન અને જયેશના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની પી.એમ સ્વનિધી યોજના અંતર્ગત રસ્તા પર લારી, કેબીન, પાન ગલ્લા, પાથરણાં તેમજ અન્ય નાના ધંધા દ્વારા જીવન નિર્વાહ કરતા લોકોને સરળતાથી ધિરાણ મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં મુકાઈ છે.

કેમ્પ દરમિયાન લાભાર્થીઓને રૂબરૂ બોલાવી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાવી ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. આશરે 35 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવી પોતાની રોજગારીને વધુ મજબૂત બનાવવા માટે આર્થિક સહાય પ્રાપ્ત કરી હતી. ધિરાણ મળતા લાભાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

લાભાર્થીઓએ જણાવ્યું હતું કે આ સહાયથી તેઓ વધુ માલસામાન ખરીદી પોતાના ધંધાને આગળ વધારી શકશે. ખાસ કરીને નાના વેપારીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે સરળ વ્યાજદરે મળતું ધિરાણ તેમને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ બની રહ્યું છે.

નગરપાલિકા અને બેંક દ્વારા આવનારા સમયમાં પણ આવા વધુ કેમ્પો યોજી વધુમાં વધુ લોકોને યોજનાનો લાભ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande