
નવી દિલ્હી, 27 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢતા, ધૈર્ય અને સતત પ્રયત્નોની શક્તિને રેખાંકિત કરતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે મોટામાં મોટા લક્ષ્યને પણ સતત પ્રયાસ અને મજબૂત સંકલ્પના બળે હાંસલ કરી શકાય છે. તેમણે આજે એક્સ પર લખ્યું, “સતત પ્રયાસ, ધૈર્ય અને દ્રઢ સંકલ્પ સાથે મોટામાં મોટા લક્ષ્યને હાંસલ કરી શકાય છે. આજે દેશવાસીઓ આ જ ભાવનાથી ભારતવર્ષને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે.”
વડાપ્રધાને આ સુભાષિત શેર કર્યું,
“यो यमर्थं प्रार्थयते तदार्थं चेहते क्रमात्। निश्चितं स तमाप्नोति न चेदर्थान निवर्तते।।
આનો અર્થ એ છે કે, જે વ્યક્તિ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે અને તેને હાંસલ કરવા માટે સતત, વ્યવસ્થિત અને ધૈર્યપૂર્વક પ્રયાસ કરે છે, તે ચોક્કસપણે પોતાના ધ્યેય સુધી પહોંચે છે, શરત એટલી કે તે અધવચ્ચે હાર ન માને અને પોતાના સંકલ્પથી પાછો ન હટે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ