તળાજા APMC ખાતે રોડ સેફટી અભિયાન : વાહનોમાં રેડિયમ લગાવી સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી
ભાવનગર,27 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા APMC ખાતે માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિશેષ રોડ સેફટી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત APMC ખાતે આવતા વિવિધ વાહનોમાં રેડિયમ સ્ટીકર લગાવી રાત્રિના સમયે વાહનો વધુ સ્પષ્ટ દેખાય અને
ભાવનગર


ભાવનગર,27 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા APMC ખાતે માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિશેષ રોડ સેફટી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત APMC ખાતે આવતા વિવિધ વાહનોમાં રેડિયમ સ્ટીકર લગાવી રાત્રિના સમયે વાહનો વધુ સ્પષ્ટ દેખાય અને અકસ્માતોની શક્યતા ઘટે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પો અને કૃષિ ઉપજ લાવતા વાહનોમાં રેડિયમ લગાવવાથી વાહનચાલકોને સુરક્ષિત મુસાફરીમાં સહાય મળશે.

આ પ્રસંગે વાહનચાલકો અને ખેડૂત ભાઈઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, ઓવરલોડિંગ ન કરવું, હેલ્મેટ તથા સીટબેલ્ટનો ઉપયોગ કરવો તેમજ રાત્રિના સમયે સાવચેતી રાખવી જેવી અગત્યની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કેન્દ્ર સરકારની “રાહવીર (Rahveer)” યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.

માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર સહાયકાર વ્યક્તિને સરકાર દ્વારા પ્રોત્સાહન અને સન્માન આપવામાં આવે છે તેવી વિગતો સમજાવવામાં આવી હતી. સાથે જ “PM-રાહત યોજના” અંગે પણ માહિતી આપી અકસ્માત પીડિતોને મળતી સહાય અને સરકારની વિવિધ સુવિધાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ રોડ સેફટી અભિયાનને વાહનચાલકો અને વેપારીઓ દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને લોકોમાં સુરક્ષિત વાહન વ્યવહાર અંગે જાગૃતિ વધે તેવા હેતુથી આવાં કાર્યક્રમો સતત યોજાતા રહે તે જરૂરી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande