પશ્ચિમ બંગાળ એસટીએફએ ઓડિશાથી તૃણમૂલના ધારાસભ્ય દિલીપ મંડલની ધરપકડ કરી
કોલકતા, નવી દિલ્હી, 27 મે (હિ.સ.) પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને ડાયમંડ હાર્બર પોલીસની સંયુક્ત ટીમે દક્ષિણ 24 પરગણાના વિષ્ણુપુરથી તૃણમૂલના ધારાસભ્ય દિલીપ મંડલની ઓડિશાના પુરી સ્થિત એક હોટેલમાંથી ધરપકડ કરી છે. કાનૂની પ્રક્રિયા
તૃણમૂલના ધારાસભ્ય દિલીપ મંડલ


કોલકતા, નવી દિલ્હી, 27 મે (હિ.સ.) પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને ડાયમંડ હાર્બર પોલીસની સંયુક્ત ટીમે દક્ષિણ 24 પરગણાના વિષ્ણુપુરથી તૃણમૂલના ધારાસભ્ય દિલીપ મંડલની ઓડિશાના પુરી સ્થિત એક હોટેલમાંથી ધરપકડ કરી છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને કોલકતા લાવવામાં આવશે. મંડલનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. આરોપ છે કે, આ વીડિયોમાં તેમણે વિપક્ષી કાર્યકરો અને સમર્થકોને ધમકી આપી હતી. જોકે, આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

આ જ મામલાને લઈને તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને 14 મેના રોજ પૈલાન સ્થિત તેમના ઘરે દરોડો પાડ્યો હતો. તેઓ ઘરે મળ્યા ન હતા. એવું જણાવવામાં આવ્યું છે કે, બે દિવસ પહેલા એસટીએફને માહિતી મળી હતી કે દિલીપ મંડલ પુરીની 'બ્લુ લીલી' હોટેલમાં રોકાયા છે. આ જ માહિતીના આધારે એસટીએફ અને ડાયમંડ હાર્બર પોલીસે હોટેલમાં દરોડો પાડ્યો હતો. રજિસ્ટરની તપાસ કર્યા બાદ પોલીસે તેમના રૂમમાં પહોંચીને તેમની ધરપકડ કરી લીધી હતી.

આ મામલામાં પોલીસે ધારાસભ્યના પુત્ર અર્ઘ્ય મંડલની અગાઉથી જ ધરપકડ કરી લીધી છે. તેમના પર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો આરોપ છે. ધરપકડ દરમિયાન તેમની પાસેથી અગ્નિશસ્ત્રો મળી આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ જ મામલામાં અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ દિલીપ મંડલે, કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે ધરપકડ સામે રક્ષણ અને તેમની વિરુદ્ધ નોંધાયેલી અનેક એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. આ અરજી કોર્ટમાં પડતર છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande