રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નાથુલા જશે, ત્યારબાદ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે
ગંગટોક, નવી દિલ્હી, 27 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સિક્કિમના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે છે. આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ આજે નાથુલા જશે અને સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્ર
રાષ્ટ્રપતિએ દેવરાલીમાં નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજીની મુલાકાત લીધી


ગંગટોક, નવી દિલ્હી, 27 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સિક્કિમના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે છે. આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ આજે નાથુલા જશે અને સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ત્રણ દિવસની મુલાકાતે મંગળવારે સિક્કિમ પહોંચ્યા હતા. મુલાકાતના પહેલા દિવસે તેમણે ગઈકાલે બપોરે રાજધાનીના સ્વર્ણ જયંતિ મૈત્રેય મંજરી સંકુલમાં ઓર્કિડેરિયમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સાંજે તેમણે રાજધાની નજીક દેવરાલીમાં નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજીની મુલાકાત લીધી હતી.

આજે રાષ્ટ્રપતિ ભારત-ચીન સરહદ પર નાથુલા પાસની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, જૂન 2026 થી કૈલાશ માનસરોવર યાત્રા નાથુલા પાસથી શરૂ થઈ રહી છે. કોરોના કાળ દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધો પછી આ પ્રથમ વખત છે જ્યારે આ તીર્થયાત્રા નાથુલા પાસથી શરૂ થશે.

નાથુલા પાસથી પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ રાજધાનીમાં યોજાનારા સિક્કિમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સાતમા દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. પોતાના પ્રવાસના છેલ્લા દિવસે 28 મેના રોજ રાષ્ટ્રપતિ રાજધાનીના પાલ્જોર સ્ટેડિયમમાં યોજાનારા એક સમારોહમાં ભાગ લેશે. તેઓ સિક્કિમ પોલીસને રાષ્ટ્રપતિનો 'પોલીસ કોલર' એનાયત કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું રાજ્ય છે.

હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande