જામનગરમાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલ શરુ કરવા માટે શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી
જામનગર, 03 મે (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માં જામનગર જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) શરૂ કરવામાં આવનાર છે. જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જામનગર શહેર ખાતે આવેલ માત્ર ભાઈઓ અથવા ભાઈઓ
સ્પોર્ટ્સ સ્કૂલ


જામનગર, 03 મે (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માં જામનગર જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) શરૂ કરવામાં આવનાર છે. જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જામનગર શહેર ખાતે આવેલ માત્ર ભાઈઓ અથવા ભાઈઓ/બહેનોની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ શરુ કરવા માટે રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

શાળાની પસંદગી માટેના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જેમાં, - ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની શિક્ષણ સુવિધા, રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૩ એકર જમીન જેમાં શાળામાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓ, ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ ભાઈ-બહેનોના નિવાસ માટે હોસ્ટેલની સુવિધા, છેલ્લા ત્રણ વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ કક્ષાએ પરિણામમાં સાતત્યપૂર્ણ દેખાવ. લઘુત્તમ ૭૦ ટકા પરિણામ, પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે. અગાઉ અરજી કરી હોય તેઓએ પણ ફરજીયાત પુનઃ અરજી કરવાની રહેશે.

ઉપરોક્ત લાયકાત ધરાવતી શાળાઓએ તારીખ ૦૮/૦૫/૨૦૨૬ સુધીમાં કચેરી સમય (સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૬:૧૦) દરમિયાન જરૂરી પુરાવાઓ સાથે કુલ ૦૨ નકલમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે રજીસ્ટર્ડ એડી પોસ્ટ અથવા રૂબરૂમાં અરજી પહોંચાડવાની રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે.રાવલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande