પાટણ જિલ્લામા નવા પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ જિલ્લા કાર્યાલય ‘કમલમ્’ ખાતે બે દિવસીય બેઠક યોજી.
પાટણ, 03 મે (હિ.સ.)પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ જિલ્લા કાર્યાલય ‘કમલમ્’ ખાતે બે દિવસીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી વન-ટુ-વન અભિપ્રાય લેવામ
પાટણમાં ભાજપ દ્વારા નવા પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ


પાટણ, 03 મે (હિ.સ.)પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ જિલ્લા કાર્યાલય ‘કમલમ્’ ખાતે બે દિવસીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો પાસેથી વન-ટુ-વન અભિપ્રાય લેવામાં આવ્યા.

નિરીક્ષકો દિલીપ પટેલ, બાબુભાઈ જેબલિયા અને આશાબેન નકુમ દ્વારા પ્રથમ દિવસે 7 તાલુકા પંચાયત અને પાટણ નગરપાલિકા માટે ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે જિલ્લા પંચાયત અને સિદ્ધપુર નગરપાલિકા માટે અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે.

આ પ્રક્રિયામાં તાલુકા પંચાયતના 95, પાટણ નગરપાલિકાના 24, જિલ્લા પંચાયતના 19 અને સિદ્ધપુર પાલિકાના 26 સભ્યોએ પોતાનો મત રજૂ કર્યો છે. તમામ સૂચનોના આધારે દરેક પદ માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે.

આ પેનલ આગામી સપ્તાહે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે અને અંતિમ મંજૂરી બાદ નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande