વાપી રાજકારણ ગરમાયું: ભાજપના હોદ્દેદારોની ભૂમિકા પર ઉઠ્યા સવાલો
વાપી , 03 મે (હિ.સ.) તાજેતરમાં વાપી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાયેલી પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકીય સમીકરણો રસપ્રદ બન્યા છે. સીમાંકન બાદ ઘણા જૂના અને દિગ્ગજ ચહેરાઓને પક્ષ દ્વારા ટિકિટ ન મળતા આંતરિક નારાજગી બહાર આવી હોવાની ચર્ચાઓ
પાર્ટી સિમ્બોલ


વાપી , 03 મે (હિ.સ.) તાજેતરમાં વાપી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાયેલી પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકીય સમીકરણો રસપ્રદ બન્યા છે. સીમાંકન બાદ ઘણા જૂના અને દિગ્ગજ ચહેરાઓને પક્ષ દ્વારા ટિકિટ ન મળતા આંતરિક નારાજગી બહાર આવી હોવાની ચર્ચાઓ શહેરમાં જોર પકડી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ટિકિટથી વંચિત રહેલા કેટલાક કાર્યકરો અને નેતાઓએ ચૂંટણી દરમિયાન પોતાના અસંતોષનો પ્રભાવ બતાવ્યો હોવાની લોકચર્ચા છે. ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને 11 બેઠકો મળી છે, જ્યારે 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. મહત્વની બાબત એ રહી કે, આ અપક્ષોએ પછીથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું, જેના કારણે સત્તાનું સંતુલન ભાજપ તરફ વળ્યું.

પરંતુ રાજકીય વર્તુળોમાં હવે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ચૂંટણી દરમિયાન પક્ષવિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે ભાજપ કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં? કે પછી આવી નારાજગી ભવિષ્યમાં વધુ મોટું રાજકીય રૂપ ધારણ કરી શકે?

વિશ્લેષકો માને છે કે, જો પાર્ટી આંતરિક અસંતોષને સમયસર સંભાળવામાં નિષ્ફળ જશે, તો આવનારા સમયમાં કેટલાક નેતાઓ વિરોધ પક્ષ સાથે હાથ મિલાવી શકે છે. હાલ તો આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ પક્ષે ખુલ્લું નિવેદન આપ્યું નથી, પરંતુ શહેરની રાજકીય હવા ગરમ બની રહી છે.

આગામી સમયમાં પક્ષની આંતરિક બેઠક અને નિર્ણયોથી જ સ્પષ્ટ થશે કે આ નારાજગી શાંત થશે કે નવા રાજકીય સમીકરણોને જન્મ આપશે....

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande