પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસે ભાજપ પર 77 મતોની સરસાઈ મેળવી
પાટણ, 03 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસે ભાજપ પર 77 મતોની સરસાઈ મેળવી છે. કુલ 1421 મતોમાંથી કોંગ્રેસને 718 અને ભાજપને 641 મત મળ્યા છે, જે કર્મચારી વર્ગના બદલાતા મિજાજને દર્શાવે છે. આ ચૂંટણી
પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસે ભાજપ પર 77 મતોની સરસાઈ મેળવી


પાટણ, 03 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસે ભાજપ પર 77 મતોની સરસાઈ મેળવી છે. કુલ 1421 મતોમાંથી કોંગ્રેસને 718 અને ભાજપને 641 મત મળ્યા છે, જે કર્મચારી વર્ગના બદલાતા મિજાજને દર્શાવે છે.

આ ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાઈ હતી. ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓ અને શિક્ષકોના પોસ્ટલ બેલેટના આંકડાઓ જાહેર થતાં શિક્ષિત વર્ગમાં કોંગ્રેસ પ્રત્યે આકર્ષણ જોવા મળ્યું છે.

અન્ય પક્ષોમાં આમ આદમી પાર્ટીને માત્ર 14 મત મળ્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવારોને 35 મત મળ્યા છે. ઉપરાંત 13 મત રદબાતલ થયા છે, જે દર્શાવે છે કે મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહી છે.

વોર્ડવાર જોતા, વોર્ડ નંબર 5 માં કોંગ્રેસે 156 મત મેળવી આગવી લીડ મેળવી છે, જ્યારે ભાજપે વોર્ડ નંબર 4 અને 11 માં મજબૂત પકડ જાળવી છે. આ પરિણામો દર્શાવે છે કે આગામી રાજકીય સમીકરણોમાં કર્મચારી વર્ગ મહત્વપૂર્ણ બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande