પાટણના ખીમીયાણા ખાતે આવેલ ‘દીકરાનું ઘર’ આશ્રયસ્થાનને‘ રૂ. 1.11 લાખનું દાન.
પાટણ, 03 મે (હિ.સ.)પાટણના ખીમીયાણા ખાતે આવેલ ‘દીકરાનું ઘર’ આશ્રયસ્થાનને રૂ. 1,11,111નું દાન મળ્યું છે. આ દાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ દામિનીબેન પ્રજાપતિના અમેરિકા સ્થિત પૌત્ર ચિ. વંશ સિમૂલકુમાર પ્રજાપતિ દ્વારા વડીલો પ્રત્યે આદર રૂપે આપવામાં આવ્યું હત
પાટણના ખીમીયાણા ખાતે આવેલ ‘દીકરાનું ઘર’ આશ્રયસ્થાનને‘ રૂ. 1.11 લાખનું દાન.


પાટણ, 03 મે (હિ.સ.)પાટણના ખીમીયાણા ખાતે આવેલ ‘દીકરાનું ઘર’ આશ્રયસ્થાનને રૂ. 1,11,111નું દાન મળ્યું છે. આ દાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ દામિનીબેન પ્રજાપતિના અમેરિકા સ્થિત પૌત્ર ચિ. વંશ સિમૂલકુમાર પ્રજાપતિ દ્વારા વડીલો પ્રત્યે આદર રૂપે આપવામાં આવ્યું હતું.

હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં રવિવારે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંચાલક ડો. પ્રહલાદભાઈ પટેલે ચેક સ્વીકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો. શહેરના દાતા પરિવારો તરફથી સંસ્થાને અવારનવાર સહાય મળતી રહે છે.

આ પ્રસંગે દામિનીબેનની પુત્રી માલિની અને ચિ. ભવ્યા હાજર રહ્યા હતા. સાથે જ પદ્મનાભભગવાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ સંસ્થાની મુલાકાત લઈને વડીલો સાથે ભોજન કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande