
વડોદરા, 03 મે (હિ.સ.) : ભારતીય રેલવે દ્વારા ચલાવાઈ રહેલા ‘ઑપરેશન અમાનત’ હેઠળ પશ્ચિમ રેલવેનના વડોદરા મંડળના રેલવે સુરક્ષા બળ કર્મચારીએ એકવાર ફરી તત્પરતાનો પરિચય આપતાં તેજસ એક્સપ્રેસમાં મુબઈથી નવી દિલ્લી યાત્રા કરી રહેલા યાત્રીના છૂટી ગયેલા મોંઘા લેપટોપ સહિત લગભગ 3.5 લાખ રૂપિયાનો સામાન યાત્રીને સફળતાપૂર્વક પરત કર્યો.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ અનુસાર તારીખ 29 એપ્રિલ 2026 ના રોજ ટ્રેન નંબર 12951 તેજસ એક્સપ્રેસના કોચ નંબર B-9 માં મુંબઈથી નવી દિલ્લીની યાત્રા કરી રહેલા શ્રી સૂરજ ઝા સૂરત સ્ટેશન પર ખાવાનો સામાન લેવા ઉતર્યા. પાછા ટ્રેનમાં આવતી વખતે ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા અને ટ્રેન રવાના થઈ ગઈ. જેને લીધે સૂરજ જીનો એક ગ્રીન કલરનો ટ્રોલી બેગ અને લેપટોપ બેગ ઉપરોક્ત ટ્રેનમાં રહી ગયા.
યાત્રી દ્વારા તરત જ રેલ મદદ હેલ્પલાઈન 139 પર આની સૂચના આપવામાં આવી. છૂટી જવાની સૂચના મળતાં જ રેલવે સુરક્ષા બળ (RPF) SIPF નિશા મીણા સાથે સ્ટાફ દ્વારા વડોદરા સ્ટેશન પર આવેલ મુંબઈ – નવી દિલ્લી તેજસ ટ્રેનના કોચ નંબર B-9 ની તપાસ દરમિયાન સીટ પર સામાન સુરક્ષિત મળ્યો. જેમાં ફરિયાદકર્તા દ્વારા જણાવાયેલ એક ગ્રીન કલરની ટ્રોલી બેગ અન લેપટોપ બેગનો સામાન મળ્યો જેને પોસ્ટ પર લાવીને જમા કરાવવામાં આવ્યો.
યાત્રી દ્વારા જણાવવામાં આવેલ વિગતોથી સામાનનો મેળ કરીને અને જરૂરી ચકાસણી ઉપરાંત ઉપ નિરીક્ષક નિશા મીણા દ્વારા ત્રણ લેપટોપ, હેડફોન, ચાર્જર અને કપડાં હોવાનું જણાવવામાં આવ્યું. જેનું મૂલ્ય લગભગ 3 .5 લાખ રૂપિયા હતું, જેને સંબંધિત યાત્રી સૂરજ ઝા જી ને વિધિવત સોપીં દેવામાં આવ્યો.
પોતાના લેપટોપ સુરક્ષિત પરત મળવા પર સૂરજે પ્રસન્નતા વ્યક્ત કરતાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા સંચાલિત રેલ મદદ 139 હેલ્પલાઈનની ઝડપી અને પ્રભાવશાળી સેવાની પ્રશંસા કરી. સાથે જ તેમણે આરપીએફ વડોદરા પોસ્ટની તત્પરતા તથા રેલવે સુરક્ષા બળ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઑપરેશન અમાનત’ ના પ્રશંસનીય કામોની પણ પ્રશંસા કરી.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા યાત્રીઓને અપીલ કરવામાં આવે છે કે યાત્રા દરમિયાન પોતાના સામાનનું વિશેષ ધ્યાન રાખે તથા કોઈપણ વસ્તુ છૂટી જવાની અથવા કટોકટીની સ્થિતિમાં તરત જ રેલ મદદ હેલ્પલાઈન 139 પર સંપર્ક કરે. રેલવે સુરક્ષા બળ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઑપરેશન અમાનત’ યાત્રીઓની ખોલાઈ ગયેલી વસ્તુઓને શોધીને તેમને સુરક્ષિત પરત કરવાની દિશામાં સતત પ્રભાવશાળી કામ કરી રહ્યું છે, જેનાથી યાત્રીઓમાં રેલવે પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ ને વધુ સુદ્રઢ થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે