
ગીર સોમનાથ, 3 મે (હિ.સ.): ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરીની સૂચનાથી એ.એસ.આઈ. જોરુભા નારણભા મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈ કેશવભાઈ બાંભણિયા અને અનિલભાઈ ભૂપતભાઈ જાદવ પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન દેલવાડા ગામની નવાબંદર ચોકડી પાસે રોડ પર આવતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ભૂપતભાઈ જાદવ તથા સુનીલભાઈ કેશવભાઈ બાંભણિયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, નાલિયા માંડવી-દીવ તરફથી એક ફોર વ્હીલ કારમાં બે શખ્સો થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ આવી રહ્યા છે.
આ હકીકત મળતા પોલીસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન એક સફેદ રંગની ફોર વ્હીલ કારને રોકાવી તપાસ કરતા પાછળની સીટ પર થેલા પડેલા જોવા મળ્યા હતા. જેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ (1) વિવેકભાઈ મહેશભાઈ હરસોરા (રહે. મહુવા, નૂતન નગર, સરકારી ગોડાઉન પાસે) તથા (2) રાહુલભાઈ પોપટભાઈ જોળિયા (રહે. મહુવા) હોવાનું જણાવ્યું હતું.
તેમના કબજા હેઠળની ફોર વ્હીલ કારમાંથી અલગ-અલગ કંપનીની વિદેશી દારૂની કુલ 18 બોટલો (કિંમત ₹ 15,400/-), 2 મોબાઈલ ફોન (કિંમત ₹ 20,000/-) તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ કાર (કિંમત ₹ 70,000/-) મળી કુલ ₹ 1,05,400/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ