સોમનાથમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં 'નીટ'ની પરીક્ષા પૂર્ણ, 1229 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી
ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૩/૦૫/૨૦૨૬નાં રોજ લેવાયેલી ''નીટ''ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ હતી. જિલ્લાના વેરાવળ મથકે ૦૫ સેન્ટરો ઉપર લેવામાં આવેલી આ પરીક્ષામાં ૧૨૨૯ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ આ
સોમનાથમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં 'નીટ'ની પરીક્ષા પૂર્ણ, 1229 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી


ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૩/૦૫/૨૦૨૬નાં રોજ લેવાયેલી 'નીટ'ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ હતી. જિલ્લાના વેરાવળ મથકે ૦૫ સેન્ટરો ઉપર લેવામાં આવેલી આ પરીક્ષામાં ૧૨૨૯ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની દેખરેખ હેઠળ સુદ્રઢ વ્યવસ્થાઓ સાથે જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન દ્વારા આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પી.જી.વી.સી.એલ. દ્વારા પરીક્ષા દરમ્યાન સતત વીજ પુરવઠો, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ સેન્ટરો ઉપર મેડીકલ ટીમ કાર્યરત હતી તો એસ.ટી.વિભાગ દ્વારા પણ પરીક્ષાના સમયને અનુકૂળ સમય મુજબના રૂટ ગોઠવવામાં આવ્યાં હતાં.

આમ, એકંદરે તમામ વિભાગોના સુચારૂ સંકલન દ્વારા સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande