તાલાલા તાલુકાનાં અમૃતવેલ ગીરના જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર ચાર શખ્સો ઝડપાયા
ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : નાયબ વન સંરક્ષકગીર પશ્ચિમ વન વિભાગ,જૂનાગઢની સૂચના તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સાસણ (નોર્મલ)રેન્જના માર્ગદર્શન હેઠળ ઉનાળું વેકેશન દરમિયાન જંગલ વિસ્તારમાં અવિરત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન તાલાલા તાલુકાનાં ગી
તાલાલા તાલુકાનાં અમૃતવેલ ગીરના જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર ચાર શખ્સો ઝડપાયા


ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : નાયબ વન સંરક્ષકગીર પશ્ચિમ વન વિભાગ,જૂનાગઢની સૂચના તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સાસણ (નોર્મલ)રેન્જના માર્ગદર્શન હેઠળ ઉનાળું વેકેશન દરમિયાન જંગલ વિસ્તારમાં અવિરત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ દરમ્યાન તાલાલા તાલુકાનાં ગીરના જંગલની અંદર આવેલ અમૃતવેલ ગીર ગામના જંગલ વિસ્તારમાં રાઉન્ડ ફોરેસ્ટર હિતેશકુમાર રાઠોડ,વન રક્ષક રાકેશભાઈ મકવાણા તથા વન રક્ષક મનીષાબેન કરમુર પેટ્રોલિંગમાં હતા ત્યારે સાસણ રેન્જમાં આવેલ અમૃતવેલ ગીર રાઉન્ડના અંધેરી અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં આંટા ફેરા કરતાં ચાર અજાણ્યા શખ્સો નજરે પડતાં આ ઇસમોની પૂછપરછ કરવામાં આવતા આ શખશો માંગરોળ વિસ્તારના હોવાનું જણાવ્યું હતું. ચારેય શખ્શોની પુછપરછ કરતાં જંગલ વિસ્તારમાં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની સરકારી પાસ-પરવાનગી નહીં હોવાનું જાણવા મળતા વનવિભાગના સ્ટાફે સોયેબ યુસુફ ગુજરાતી, આલીમ અબ્દુલ ગોસેલીયા, યુસુફ સુલેમાન ગુજરાતી, હનીફ આદમ પઠાણ રે.ચારેય માંગરોળ વાળાની અટક કરી હતી. ચારેય શખ્સો સામે ફોરેસ્ટ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરી ગુન્હાના માંડવાળ પેટે રૂ.૫૦ પચાસ હજારનો દંડ વસૂલ કરી ચારેય શખ્સોને મુક્ત કર્યા હતા. વનવિભાગ દ્રારા જંગલ તથા વન્ય પ્રાણીઓની રંજાડ કરતાં તત્વો સામે કડક કાર્યવાહી કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઉનાળું વેકેશન દરમિયાન જંગલ વિસ્તારમાં પરવાનગી વગર ગેરકાયદેસર પ્રવેશ નહીં કરવા અને વન્યજીવ સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવા બહારથી આવતા પ્રવાસીઓ તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને વનવિભાગે અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande