તાલાલાનાં ભોજદે ગીર ગામનાં જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સ્વચ્છતા અભિયાન યોજાયું
- ૪૪ ડિગ્રી તાપમાનમાં ગામના ૨૦૦થી વધુ પ્રકૃતિ પ્રેમી ખેડુતો-યુવાનોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : ગીર જંગલ વિસ્તારમાં સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા ગીરના જંગલમાં આવેલ તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામના પ્રકૃતિપ્ર
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામનાં જંગલને પ્લાસ્ટિક મુક્ત


- ૪૪ ડિગ્રી તાપમાનમાં ગામના ૨૦૦થી વધુ પ્રકૃતિ પ્રેમી ખેડુતો-યુવાનોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : ગીર જંગલ વિસ્તારમાં સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા ગીરના જંગલમાં આવેલ તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામના પ્રકૃતિપ્રેમી ખેડુતો અને યુવાનો દ્વારા ચોમાસા પૂર્વે વન્યજીવોની સુરક્ષા માટે ગીરના જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.ઉનાળાની ૪૪ ડિગ્રી તાપમાન વચ્ચે ભોજદે ગીર ગામના ૨૦૦થી વધુ ખેડુતો અને યુવાનો સ્વયંભૂ ઉત્સાહભેર આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.

જંગલ આપણું જીવન આધાર છે, વન્યપ્રાણીઓ આપણા મહેમાન છે અને ગીર આપણું ગૌરવ છે, જંગલની સ્વચ્છતા જાળવવી આપણી સૌની જવાબદારી છે.” આ સુત્રને સાર્થક કરવા ગીરની ગોદમાં વસેલા ભોજદે ગીર ગામના પર્યાવરણ અને વન્યજીવ પ્રેમી ૨૦૦ થી વધુ લોકોએ જંગલમાંથી પ્લાસ્ટિક કચરો,પ્લાસ્ટિક બોટલ,થેલીઓ તથા અન્ય કચરો એકત્ર કરી નિકાલ કર્યો હતો.આ અભિયાન માં સ્વચ્છતા સાથે... સાથે... ગીરમાં વિવિધ નાનાં મોટાં રીસોર્ટ અને ફાર્મ હાઉસમાં નિવાસ કરતા પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા,જંગલમાં કચરો ન ફેંકવા અને પ્રકૃતિને સ્વચ્છ રાખી પર્યાવરણ નું જતન કરવા અપીલ કરી હતી.

ભોજદે ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું કે વન્યજીવ અને જંગલ વિસ્તાર માટે સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજવામાં આવે તો ગીરના જંગલો અને વન્યજીવો વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનશે તેમજ યુવાનોમાં પર્યાવરણ પ્રત્યેની ભાવના વધુ મજબૂત બનશે.ભોજદે ગામના ખેડુતો અને યુવાનોની પ્રેરણાદાયી સેવાયજ્ઞને ગીર વિસ્તારના લોકોએ બિરદાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande