પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે સ્વ. મુકેશભાઈ ચૌધરીની સ્મૃતિમાં વીરાંજલિ રક્તદાન કેમ્પમાં 200થી વધુ યુનિટ રક્ત સંગ્રહ
પાટણ, 03 મે (હિ.સ.)પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે સ્વ. મુકેશભાઈ ચૌધરીની સ્મૃતિમાં વીરાંજલિ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 200થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી સમાજસેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. કેમ્પનું આયોજન અખિલ આંજણા કેળવણી મંડળ, લો
પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે સ્વ. મુકેશભાઈ ચૌધરીની સ્મૃતિમાં વીરાંજલિ રક્તદાન કેમ્પમાં 200થી વધુ યુનિટ રક્ત સંગ્રહ


પાટણ, 03 મે (હિ.સ.)પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે સ્વ. મુકેશભાઈ ચૌધરીની સ્મૃતિમાં વીરાંજલિ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 200થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી સમાજસેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

કેમ્પનું આયોજન અખિલ આંજણા કેળવણી મંડળ, લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને NSS સ્વયંસેવકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ આયોજન સ્વ. મુકેશભાઈને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને 200થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું. NSS સ્વયંસેવકોએ પણ સેવાકાર્યમાં સક્રિય ભાગ ભજવી સમાજનિર્માણમાં યોગદાન આપ્યું.

આ પ્રસંગે લક્ષ્મણભાઈ ચૌધરી, કુબેરભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભોજનદાતા તરીકે સચીનભાઈ અને દિલીપભાઈએ સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande