અમરેલીમાં ભોજન સમારંભની મારામારી કેસમાં હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાનું પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન
અમરેલી, 03 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભોજન સમારંભ દરમિયાન થયેલી મારામારીની ઘટનામાં મુખ્ય આરોપી અને 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર યુવરાજ શિવકુ મકવાણાનું પોલીસે રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ભારે બંદોબસ્
અમરેલીમાં ભોજન સમારંભની મારામારી કેસમાં હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાનું પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન


અમરેલી, 03 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભોજન સમારંભ દરમિયાન થયેલી મારામારીની ઘટનામાં મુખ્ય આરોપી અને 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર યુવરાજ શિવકુ મકવાણાનું પોલીસે રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ભારે બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમ ફરીથી રજૂ કરાવવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ મુજબ, ભોજન સમારંભ દરમિયાન નાની બાબતે થયેલી બોલાચાલી હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ હતી. યુવરાજ મકવાણા અને તેના સાથીઓએ લાકડીઓ તથા અન્ય હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.

રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપી પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી, હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને અન્ય કોણ કોણ સામેલ હતા તે અંગે મહત્વપૂર્ણ વિગતો એકત્ર કરી. પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી કેસને મજબૂત બનાવવા મદદ મળશે.

સ્થાનિક પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓને કાબૂમાં લેવા સખત પગલાં લેવાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande