સોમનાથ દ્વારકા ઓખા ની રાત્રી આરામ દાયક એસ. ટી બસ સેવા સૂભંરાભ
ગીર સોમનાથ, 3 મે (હિ.સ.): સોમનાથ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને મીના બા જાદવ (સ્વ. હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ) ના સક્રિય પ્રયાસોને સફળતા મળી છે. અમરેલી વિભાગના રાજુલા ડેપો દ્વારા રાજુલા-સોમનાથ-દ્વારકા-ઓખા રૂટ પર રાત્રિના સમયે આરામદાયક એસ.ટી. બસ
સોમનાથ દ્વારકા ઓખા ની રાત્રી આરામ દાયક એસ. ટી બસ સેવા


ગીર સોમનાથ, 3 મે (હિ.સ.): સોમનાથ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને મીના બા જાદવ (સ્વ. હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ) ના સક્રિય પ્રયાસોને સફળતા મળી છે. અમરેલી વિભાગના રાજુલા ડેપો દ્વારા રાજુલા-સોમનાથ-દ્વારકા-ઓખા રૂટ પર રાત્રિના સમયે આરામદાયક એસ.ટી. બસ સેવાની શ્રેષ્ઠ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવાનું જીતુભાઈ કુહાડા અને મીના બા જાદવ સહિતના અન્ય અગ્રણીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય નિયામક પટેલ સાહેબ, રાજુલા ડેપો મેનેજર અને સ્ટેન્ડ ઇન્ચાર્જના સફળ પ્રયાસોથી રાજુલા પંથક સહિત ઉના, કોડીનાર, સોમનાથ અને વેરાવળથી ઓખા-દ્વારકા માટે નવી રાત્રિ બસ સેવા શરૂ કરવામાં આવી છે. રાજુલા ડેપો મેનેજર મમતાબેન જોષી અને સ્ટેન્ડ ઇન્ચાર્જ જગદીશભાઈ મહેતાના સહયોગથી મુસાફરો માટે શરૂ થયેલી આ સુવિધા આશીર્વાદ સમાન સાબિત થશે.

આ બસ સેવાના પ્રારંભ પ્રસંગે સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટના શ્રી કિશોરભાઈ કુહાડા (ડાયરેક્ટર, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ), વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને ગુજરાત પ્રદેશ ભાજપ જન કલ્યાણ મંચ મહિલા મોરચાના પ્રમુખ મીના બા આર. જાદવ (સ્વ. સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ) દ્વારા વિભાગીય નિયામક પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બસના ડ્રાઈવર જશુભાઈ (બેજ નંબર 1625) અને કન્ડક્ટર ગોહેલનું પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સ્વાગત કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, દરબાર સમાજના રમજુભા ચાવડા, ભદ્રેશભાઈ, સામાજિક કાર્યકર સોની યોગેશભાઈ સતીકુંવર અને નિવૃત્ત આર્મી જવાન મુકેશસિંહ ઝાલા પણ જોડાયા હતા. તેઓએ બસનું સ્વાગત કરી મુસાફરોનું મોં મીઠું કરાવ્યું હતું. સોમનાથ-વેરાવળથી ટ્રેન ઉપડી ગયા બાદ મુસાફરો માટે અન્ય કોઈ યોગ્ય સાધન હોતું નથી, ત્યારે અમરેલી એસ.ટી. વિભાગ અને રાજુલા ડેપો દ્વારા રાત્રે 11.30 કલાકે શરૂ કરાયેલી આ બસ સેવા લોકો માટે અત્યંત લાભદાયક રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનોએ મુસાફરોને આ નવી બસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande