
ગીર સોમનાથ, 03 મે (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દિલ્હી થી વેરાવળ આવેલી ટ્રેનના યાત્રાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આતુર છે. સોમનાથની પાવન ભૂમિમાં પધારેલા યાત્રાળુ મુકેશ કુમારે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
દિલ્હીના રહેવાસી મુકેશ કુમારે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ટ્રેનમાં પણ ભોજનની સુવિધા, કેટરિંગની સુવિધા, સર્વિસ સહિતની સુવિધાઓ ઉત્તમ હતી. અહીં સોમનાથની પાવન ભૂમિમાં આવીને મન પ્રફુલ્લિત બન્યું છે.
સમગ્ર તંત્ર દ્વારા પણ ઉત્તમ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એ બદલ અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. એમ કહી મુકેશ કુમારે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ