વલસાડમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં બનાવેલા ચોરખાનામાંથી 8.96 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો
વલસાડ, 03 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન હેઠળ દારૂની ગેરકાયદેસર હેરફેર સામે સતત કાર્યવાહી હાથ ધરતી લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી સફળતા મેળવી છે. ટેમ્પો ટ્રાવેલ્સમાં બનાવવામાં આવેલા ખાસ ચોરખાનામાં છુપાવીને સેલવાસથી બિલખા (જુનાગઢ) તરફ લઈ જવાતો વિ
આરોપી


વલસાડ, 03 મે (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન હેઠળ દારૂની ગેરકાયદેસર હેરફેર સામે સતત કાર્યવાહી હાથ ધરતી લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી સફળતા મેળવી છે. ટેમ્પો ટ્રાવેલ્સમાં બનાવવામાં આવેલા ખાસ ચોરખાનામાં છુપાવીને સેલવાસથી બિલખા (જુનાગઢ) તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. વલસાડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સલવાવ ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે નંબર-48 પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન GJ-32-T-4926 નંબરની સફેદ ટેમ્પો ટ્રાવેલ્સને અટકાવી તપાસ કરતાં તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કુલ 1302 બોટલ (234.360 લીટર) વિદેશી દારૂ, અંદાજે રૂ. 3,91,800 કિંમતનો, તથા રૂ. 5,00,000 કિંમતનું વાહન અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 8,96,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં વાહનચાલક ફેજલ રજાકભાઈ મુસાભાઈ કાળવાતર (ઉંમર 35, રહે. મોણીયા, તા. વિસાવદર, જી. જુનાગઢ)ને ઝડપવામાં આવ્યો છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુસ્તુફા રજાકભાઈ માલવિયા (રહે. બિલખા, જુનાગઢ) હાલ ફરાર છે.

પકડાયેલ આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી વલસાડ એલ.સી.બી.ના પીઆઈ એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. ધનેશા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande