અમરેલીના લુણકી ગામે તળાવ ઊંડું ઉતારવાના કાર્યનું ખાતમુહૂર્ત
અમરેલી, 03 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામે વિકાસલક્ષી કાર્યને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સાંસદ ભરત સુતરિયા દ્વારા ગામની મુલાકાત લઈને તળાવ ઊંડું ઉતારવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્
લુણકી ગામે તળાવ ઊંડું ઉતારવાના કાર્યનું ખાતમુહૂર્ત,


અમરેલી, 03 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામે વિકાસલક્ષી કાર્યને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સાંસદ ભરત સુતરિયા દ્વારા ગામની મુલાકાત લઈને તળાવ ઊંડું ઉતારવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

તળાવ ઊંડું ઉતારવાના આ કાર્યથી ગામમાં વરસાદી પાણીના સંચયમાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભૂગર્ભ જળસ્તર સુધારવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે, જેનાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આ કામગીરી તેમને મોટી રાહત આપશે.

સાંસદે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગ્રામ વિકાસ અને પાણી સંચય જેવી યોજનાઓને પ્રાથમિકતા આપવી સમયની જરૂરિયાત છે. તેમણે ગ્રામજનોને સહકાર આપવા અને વિકાસકાર્યોમાં સક્રિય ભાગ લેવા અપીલ પણ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande