સુરતમાં ઉધાર ન આપતા પાનના ગલ્લા પર હુમલો, બે આરોપી ઝડપાયા
સુરત, 03 મે (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા નજીક આવેલી પાન-માવાની દુકાન પર એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, દુકાનમાં કામ કરતા 22 વર્ષીય હાર્દિક પટેલ પાસે કેટલાક શખ્સોએ વિમલ મસાલા ઉધાર માંગ્યા હતા. હાર્દિકે ઉધ
સુરત


સુરત, 03 મે (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા નજીક આવેલી પાન-માવાની દુકાન પર એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, દુકાનમાં કામ કરતા 22 વર્ષીય હાર્દિક પટેલ પાસે કેટલાક શખ્સોએ વિમલ મસાલા ઉધાર માંગ્યા હતા. હાર્દિકે ઉધાર આપવા ઇનકાર કરતાં વાત તંગ બની ગઈ હતી.

આકાશ પૂજારે નામના વ્યક્તિએ પોતાના સાથીદારો લાલુ ઉર્ફે મયંક લંબાડે અને સની સાથે મળીને ગાળાગાળી શરૂ કરી અને બાદમાં હાર્દિક પર હુમલો કર્યો. ત્રણે મળીને યુવકને માથા અને શરીરના ભાગે માર મારતા તેને ઇજા પહોંચાડી હતી. ઘટનાના અંતે આરોપીઓએ ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા.

હુમલાની જાણ થતા અડાજણ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી અને થોડા જ સમયમાં બે આરોપીઓ—આકાશ પૂજારે અને મયંક લંબાડે—ને ઝડપી લીધા. ત્રીજા આરોપી સનીની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનો પુનઃનિર્માણ કર્યો હતો. આ બનાવ જાહેર માર્ગ પર બનતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande