નેપાળ: જનકપુરધામને લગ્ન પ્રવાસન કેન્દ્ર બનાવવાની સરકારની જાહેરાત
કાઠમંડુ, નવી દિલ્હી, 30 મે (હી.સ.). નેપાળ સરકારે જનકપુરધામને લગ્ન પ્રવાસન કેન્દ્ર (ડેસ્ટિનેશન વેડિંગ હબ) તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. નેપાળના નાણામંત્રી ડૉ. સ્વર્ણિમ વાગ્લેએ, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન મહત્વ ધરાવતી માતા સીતાની જન્મભૂમિ તેમ
નેપાળના નાણામંત્રી ડૉ. સ્વર્ણિમ વાગ્લે


કાઠમંડુ, નવી દિલ્હી, 30 મે (હી.સ.). નેપાળ સરકારે જનકપુરધામને લગ્ન પ્રવાસન કેન્દ્ર (ડેસ્ટિનેશન વેડિંગ હબ) તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે.

નેપાળના નાણામંત્રી ડૉ. સ્વર્ણિમ વાગ્લેએ, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન મહત્વ ધરાવતી માતા સીતાની જન્મભૂમિ તેમજ મધેશ પ્રદેશની રાજધાની જનકપુરધામને લગ્ન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે.

નાણામંત્રી ડૉ. વાગ્લેએ, શુક્રવારે આગામી નાણાકીય વર્ષ 2083/84 માટે સંસદમાં રજૂ કરાયેલા બજેટ દ્વારા આ જાહેરાત કરી હતી.

તેમણે માહિતી આપી હતી કે, ભારતીય સરહદથી જનકપુરધામ સુધી જોડાયેલા રામ-જાનકી પથ તેમજ રામ-જાનકી પરિક્રમા માર્ગના ઉન્નતીકરણ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

બજેટ વક્તવ્ય અનુસાર, મધેશ પ્રદેશની જીવાદોરી ગણાતા હુલાકી રોડ અને રેલવેના વિકાસ, પૂર્વ-પશ્ચિમ હાઇવેના વિસ્તરણ અને રોડ ઉન્નતીકરણની સાથે-સાથે પોષણ કાર્યક્રમ, શિક્ષણ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે.

નાણામંત્રી ડૉ. વાગ્લેની આ જાહેરાતને, મધેશ પ્રદેશમાં હકારાત્મક રીતે લેવામાં આવી છે. જનકપુરધામ ઉદ્યોગ વાણિજ્ય સંઘના પ્રમુખ સુરેન્દ્ર ભંડારીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની આ પહેલથી જનકપુરધામમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને આ ક્ષેત્રના અર્થતંત્રને પણ મજબૂતી મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande