ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાયડ ખાતે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો
અમદાવાદ, 31 મે (હિ.સ.) : દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત’ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓ સાથે સંવાદ સાધે છે અને સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરનાર વ્યક્તિઓ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત, નવાચાર, યુવાનો
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા


બાયડ


અમદાવાદ, 31 મે (હિ.સ.) : દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત’ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓ સાથે સંવાદ સાધે છે અને સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરનાર વ્યક્તિઓ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત, નવાચાર, યુવાનોની સિદ્ધિઓ તથા વિવિધ જનહિતના વિષયો પર વિચારો રજૂ કરે છે.

આ કાર્યક્રમ દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા માટે પ્રેરણા આપતો એક સશક્ત માધ્યમ બની રહ્યો છે ત્યારે આજે મે મહિનાના અંતિમ રવિવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા એ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભાજપા કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સાથે સંવાદ સાધી આગામી સંગઠનાત્મક કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પક્ષીઓની તરસ છિપાવવા માટે ઉપયોગી માટીના કુંડાઓનું વિતરણ કર્યું હતું અને સૌ નાગરિકોને સાથે મળી પ્રકૃતિ અને પર્યાવરણના જતનની નૈતિક જવાબદારી નિભાવવા અપીલ કરી હતી.------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande