પ્રધાનમંત્રી મોદીના દમણ પ્રવાસની તૈયારીઓ તેજ, ભાજપ પ્રમુખએ ટીમ સાથે નવા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું
દમણ, 31 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત દમણ પ્રવાસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સતત બેઠકો અને સ્થળ મુલાકાતો
સની ભીમરાએ ટીમ સાથે દમણ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું.


દમણ, 31 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત દમણ પ્રવાસને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપના વિવિધ મોરચાઓ દ્વારા સતત બેઠકો અને સ્થળ મુલાકાતો યોજાઈ રહી છે.

આ અનુસંધાને ખાનવેલ ભાજપ જિલ્લા પ્રમુખ તથા એડવોકેટ સની ભીમરા પોતાના જિલ્લા હોદ્દેદારો અને કાર્યકરો સાથે દમણ પહોંચ્યા હતા. દમણ ખાતે તેમણે સૌપ્રથમ પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ મહેશભાઈ આગરિયા સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના પ્રસ્તાવિત કાર્યક્રમ, સંગઠનાત્મક તૈયારીઓ, કાર્યકરોની જવાબદારીઓ અને જનભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ ભાજપની ટીમે દમણ ખાતે તાજેતરમાં નિર્માણ પામેલા નવા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે એરપોર્ટની આધુનિક સુવિધાઓ, ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય વિકાસ કાર્યોનું અવલોકન કર્યું હતું. ભાજપના હોદ્દેદારોએ એરપોર્ટને પ્રદેશના વિકાસ માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ ગણાવ્યો હતો.

આ પ્રસંગે સની ભીમરાએ જણાવ્યું હતું કે દમણ, દીવ અને દાદરા-નગર હવેલીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા ઝડપી વિકાસ પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની વિકાસલક્ષી દ્રષ્ટિ જવાબદાર છે. તેમણે જણાવ્યું કે નવો એરપોર્ટ પ્રદેશના આર્થિક, સામાજિક અને પર્યટન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવશે.

ભાજપ કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રીનો પ્રસ્તાવિત દમણ પ્રવાસ પ્રદેશના વિકાસ ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરશે અને વિકાસ યોજનાઓને વધુ ગતિ આપશે. સાથે જ કાર્યક્રમને જનભાગીદારીનું મહાઅભિયાન બનાવવા માટે સંગઠનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande