10 વર્ષીય બાળક પર દુષ્કર્મ કરનારને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ
વાપી, 31 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીરને રૂ. 2 લાખનું વળતર
આરોપી


વાપી, 31 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીરને રૂ. 2 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, છીરી વિસ્તારમાં રહેતા એક 10 વર્ષીય બાળક સાથે આરોપીએ ગાલ પર ચુંબન કરી, તેના કપડાં ઉતારી અને સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે બાળકના વાલીએ 31 માર્ચ, 2024ના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377 તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર બાળક અને અન્ય સાક્ષીઓના નિવેદનો, મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 મુજબના નિવેદનો, મેડિકલ તેમજ ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. પૂરતા પુરાવાઓના આધારે 13 મે, 2024ના રોજ સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

સ્પેશિયલ પોક્સો કેસ નં. 19/2024 તરીકે ચાલેલા કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ અસરકારક દલીલો રજૂ કરી હતી. દસ્તાવેજી, મેડિકલ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને IPC કલમ 377 હેઠળ 10 વર્ષની કેદ અને રૂ. 5,000 દંડની સજા ફટકારી હતી. ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા તથા ભોગ બનનાર બાળકને રૂ. 2 લાખ વળતર આપવાનો 30 મે, 2026ના રોજ ચુકાદો આપ્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસની ઝડપી અને અસરકારક તપાસના પરિણામે સગીર ભોગ બનનારને ન્યાય મળ્યો છે. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી, એ.એસ.આઈ. શંભુભાઈ ધરમશીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાગર જામાભાઈની કામગીરી પ્રશંસનીય રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande