
ગીર સોમનાથ, 31 મે (હિ.સ.) : ઉના શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ઉના નગરપાલિકા ભવનમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં નરેન્દ્ર મોદીના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ઉજવણીના પ્રસંગે પ્રદેશ દ્વારા આપવામાં આવેલ વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. અને ઈન્ચાર્જઓને કાર્યક્રમોની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આ કાર્યશાળામાં ગીર સોમનાથ જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ ભોળુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મિતેશભાઈ શાહ, ઉના તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણીયા, શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ છગ, તાલુકા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ટાંચક, હસમુખભાઈ ગોહિલ તેમજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યઓ સંગઠનના હોદેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ