કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું મોટું નિવેદન: વડાપ્રધાન મોદીના આહ્વાનથી ‘જળ સંચય’ દેશવ્યાપી જનઆંદોલન બન્યું
નવસારી, 31 મે (હિ.સ.)-કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન જળ સંચય અભિયાનની ઐતિહાસિક સફળતા અને ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન ન
केंद्रीय जल शक्ति मंत्री सीआर पाटिल


केंद्रीय जल शक्ति मंत्री सीआर पाटिल


નવસારી, 31 મે (હિ.સ.)-કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલે આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન જળ સંચય અભિયાનની ઐતિહાસિક સફળતા અને ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી આહ્વાનના પરિણામે જળ સંરક્ષણ આજે દેશના સૌથી મોટા જનઆંદોલનોમાંનું એક બની ગયું છે.

પ્રેસ વાર્તા દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જળ સંચયને જનભાગીદારી સાથે જોડીને જનઆંદોલન બનાવવાનો સંકલ્પ આપ્યો હતો. સાથે જ તેમણે પોતાની કર્મભૂમિમાંથી માતૃભૂમિ માટે જળ સંચયના કાર્યોમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેના પરિણામે 6 સપ્ટેમ્બર, 2024થી શરૂ થયેલું આ અભિયાન આજે 31 મે, 2026 સુધીમાં દેશભરમાં અંદાજે 1 કરોડ 50 લાખ જળ સંચય માળખાં (સ્ટ્રક્ચર્સ) પૂર્ણ કરવામાં સફળ રહ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 31 મે, 2025 સુધીમાં 27.50 લાખ જેટલા સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આશરે 2.4 બિલિયન ક્યુબિક મીટર (BCM) વધારાના પાણીનો સંગ્રહ શક્ય બન્યો હતો. હવે આ સંખ્યા દોઢ કરોડને પાર પહોંચી જતા આગામી ચોમાસામાં વધુ પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બનશે.

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કાર્યોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે શહેરની ખાડીને નદીની માફક પહોળી અને ઊંડી બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિત તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સંકલન સાથે કાર્યરત છે.

સી.આર. પાટીલે જણાવ્યું કે સમય પહેલાં કામગીરી પૂર્ણ કરવાની સંસ્કૃતિ ભાજપ અને વહીવટી તંત્રની વિશેષતા છે. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેના ઉત્તમ તાલમેલના કારણે સામાન્ય નાગરિકોને ભવિષ્યમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓથી રાહત મળશે.

અંતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સમયસર આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande